Surat : વેક્સીન ન લીધી હોય તેવા વાલીઓના બાળકોને શાળામાં પ્રવેશ ન આપવા શાળા સંચાલક મંડળનો નિર્ણય

|

Dec 31, 2021 | 1:30 PM

શાળામાં રોજે રોજ સ્વચ્છતા જાળવી રાખવી અને દરેક વર્ગખંડ ડિઇન્ફેકટ કરવો. એટલું જ નહીં જે બાળકોના વાલીઓએ વેક્સીન નથી લીધી તેવા બાળકોને શાળામાં પ્રવેશ નહીં આપવા પણ અપીલ કરવામાં આવી છે. 

Surat : વેક્સીન ન લીધી હોય તેવા વાલીઓના બાળકોને શાળામાં પ્રવેશ ન આપવા શાળા સંચાલક મંડળનો નિર્ણય
Corona guideline by school board of Surat (Impact Image)

Follow us on

સુરત (Surat )શહેરમાં દિન – પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું . જેને પગલે શાળાઓમાં (School )અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની(Students ) સાવચેતી રાખવી જરૂરી છે . શહેરમાં ઘણી શાળાઓમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવતું નથી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ હજી સુધી જોઈએ તે પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી. જેને લઈને વાલીઓ અને શાળા સંચાલક મંડળમાં પણ નારાજગી છે.

આવી પરિસ્થિતિમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આગળ આવ્યું છે અને શહેરની શાળાઓને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે . સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંચાલકોએ જણાવ્યું હતું કે હાલમાં સુરત શહેરમાં કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા શાળામાં ઓફલાઇન શિક્ષણ લઇ રહેલ વિદ્યાર્થીઓને સંક્રમણથી બચાવવાની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે .

આથી દરેક શાળાઓમાં કોવિડ -19 ની એસ.ઓ.પી. નું ચુસ્ત પાલન કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તમામ સંચાલકોને અપીલ કરે છે . શાળામાં પ્રવેશ સમયે હાથ સેનેટાઇઝ કરવા અથવા સાબુથી ધોવા માટેની વ્યવસ્થા સુનિષ્ટિત કરવી . દરેક બાળકનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવું તમામ વિદ્યાર્થીઓ અને શાળાનો શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ ફરજીયાત માસ્ક પહેરી રાખે .

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દરેક વિધાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેની તકેદારી રાખવી . દરેક વર્ગખંડમાં બારી દરવાજા ખુલ્લા રાખી યોગ્ય વેન્ટિલેશનની કાળજી લેવી . વિદ્યાર્થીઓ રિશેશ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવે તથા નાસ્તો એકબીજા સાથે શેર ન કરે તેનું યોગ્ય મોનિટરિંગ કરવું .

શાળામાં સમૂહ પ્રાર્થના , રમત ગમત કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા નહીં . પ્રાર્થના વર્ગખંડમાં જ કરાવવી શાળા પર આવતા વાલીઓ કે અન્ય વ્યક્તિઓને માસ્ક વગર એન્ટ્રી આપવી નહીં . શાળામાં તમામ બાળકો માટે કોરોના અંગેની કાળજી લેવા અને માર્ગદર્શક સૂચનો અંગેના પોસ્ટર કે બેનર વિવિધ જગ્યાએ લગાવવા .

શાળા શરૂ થતા સમયે કે છૂટવાના સમયે ગેટ પર ભીડ એકઠી ન થાય તેની તકેદારી રાખવી . શકય હોય તો જુદા જુદા ધોરણનો શાળા છૂટવાનો સમય અલગ અલગ રાખવો . શાળામાં રોજે રોજ સ્વચ્છતા જાળવી રાખવી અને દરેક વર્ગખંડ ડિઇન્ફેકટ કરવો. એટલું જ નહીં જે બાળકોના વાલીઓએ વેક્સીન નથી લીધી તેવા બાળકોને શાળામાં પ્રવેશ નહીં આપવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat: 31 ડિસેમ્બરને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામુ, નિયમ તોડશે તેની ખેર નહીં

આ પણ વાંચો : SURAT : કોરોના કેસોમાં ઉછાળો, ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા તાકીદ કરાઇ

Next Article