Surat : સ્મીમેર રેગિંગ પ્રકરણ : ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ

|

Mar 31, 2022 | 3:01 PM

તપાસ કમિટી દ્વારા સમગ્ર પ્રકરણમાં શરૂઆતથી જ સખ્ત પગલાં ભરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કે, તપાસ કમિટી સમક્ષ હાજર થયેલા અને ઘટનાનો ભોગ બનેલા જુનિયર ડોક્ટરો દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નહતી.

Surat : સ્મીમેર રેગિંગ પ્રકરણ : ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ
Surat: Schmeier ragging chapter: Four senior resident doctors ordered to be suspended

Follow us on

સુરત (SURAT)સહિત સમગ્ર તબીબી જગતમાં ચકચાર જગાવનાર સ્મીમેર હોસ્પિટલ(Schmeier Hospital) રેગિંગ પ્રકરણમાં (Raging chapter) આજે તપાસ કમિટી દ્વારા કસુરવાર ચાર તબીબો વિરૂદ્ધ સખ્ત પગલાં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસ કમિટી દ્વારા આ પ્રકરણમાં જુનિયર તબીબો સાથે રેગિંગ થયાની વાતનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા બિનવ્યવસાયિક વર્તન કરવામાં આવ્યું હોવાના નિર્ણય સાથે તેઓને બે મહિના સુધી સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગત 19મી માર્ચના રોજ મોડી સાંજે ચાર સિનિયર તબીબો દ્વારા બે જુનિયર તબીબોને લોબીમાં દોડવાની સજા ફરમાવવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં જુનિયર તબીબોના રેગિંગ મુદ્દે શહેરના તબીબી જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને આ પ્રકારની ઘટનાને સભ્ય સમાજના નાગરિકો દ્વારા પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. જો કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ડીન ડો. દિપક હોવલે પાંચ સભ્યોની તપાસ કમિટીની રચના કરીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાના આદેશ ફરમાવવામાં આવ્યા હતા. તપાસ કમિટી દ્વારા 10 દિવસની તપાસને અંતે આજે રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો.

જેમાં સમગ્ર પ્રકરણમાં બિનવ્યવસાયીક વર્તન માટે જવાબદાર એવા ચાર સિનિયર રેસિડેન્ટ તબીબ વિદીત, હર્ષ, ધ્રુવ અને ઉત્સવને બે મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચારેય તબીબો આગામી બે મહિના સુધી હવે સ્મીમેર હોસ્પિટલમાં શૈક્ષણિક અને ક્લીનીક કાર્યવાહી કરી શકશે નહીં અને ભવિષ્યમાં જો તેઓ પોતાનું વર્તન નહીં સુધારે તો વધુ સખ્ત પગલાં ભરવાનું પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સ્મીમેરના જુનિયર તબીબોમાં ભારે ઉત્સાહ

સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવી રહેલા ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા બે જુનિયર તબીબોને લોબીમાં સતત દોડવાની સજા ફરમાવવામાં આવી હતી. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં માનસિક વિકૃતિની પરાકાષ્ઠા સમાન આ ચારેય સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા પોતાના જુનિયર ડોક્ટરો સાથે જે હરકત કરવામાં આવી હતી તેને પગલે સ્મીમેરના અન્ય જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. જો કે, આજે તપાસ કમિટી દ્વારા સમગ્ર પ્રકરણમાં જવાબદાર ચારેય તબીબો સામે સખ્ત પગલાં ભરવામાં આવતાં જુનિયર તબીબોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.

રેગિંગનો છેદ ઉડાવી દેવામાં આવ્યો

તપાસ કમિટી દ્વારા સમગ્ર પ્રકરણમાં શરૂઆતથી જ સખ્ત પગલાં ભરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કે, તપાસ કમિટી સમક્ષ હાજર થયેલા અને ઘટનાનો ભોગ બનેલા જુનિયર ડોક્ટરો દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નહતી. આ તબક્કે સિનીયર રેસિડેન્ટ ડોક્ટરો વિરૂદ્ધ કેવા પગલાં ભરવામાં આવશે તે મુદ્દે સૌની મીટ મંડાઈ હતી. આજે તપાસ કમિટી દ્વારા જે રિપોર્ટ ફાઈનલ કરવામાં આવ્યો છે તેમાં સમગ્ર પ્રકરણમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વિરૂદ્ધ સખ્ત પગલાં ભરવામાં આવ્યા છે. તપાસ કમિટી દ્વારા આ પ્રકરણમાં રેગિંગ થયો હોવાની વાતનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે અને સિનિયર ડોક્ટરને તબીબી જગત માટે લાંછનરૂપ વ્યવહાર સમાન આ ઘટના માટે જવાબદાર ઠેરવવાની સાથે સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવામાં આવ્યો છે.

તપાસ કમિટીમાં પાંચ એચઓડીનો સમાવેશ

સ્મીમેર હોસ્પિટલના ડીન ડો. દિપક હોવલે દ્વારા શરૂઆતથી જ આ ઘટનાને ગંભીરતાપૂર્વક લેવામાં આવી હતી. જેને પગલે સ્મીમેર હોસ્પિટલમાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે હોસ્પિટલના પાંચ અલગ – અલગ વિભાગના એચ.ઓ.ડી. ડોક્ટરોની તપાસ કમિટી નિમવામાં આવી હતી. આ તપાસ કમિટીમાં રેડિયોલોજી, સર્જરી, એનેટોમી, સાઈક્રેટિક અને ફોરેન્સિક વિભાગના તબીબી વડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ ડોક્ટરો દ્વારા કોઈપણ પ્રકારના દબાણને વશ થયા વિના 10 દિવસ સુધી નિષ્પક્ષ અને તટસ્થ તપાસને અંતે આજે રિપોર્ટ ફાઈનલ કરવાની સાથે જવાબદાર ચારેય સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સસ્પેન્ડ તબીબો માટે કેમ્પસમાં પણ નો-એન્ટ્રી

તપાસ કમિટી દ્વારા આજે સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં કાર્યરત સિનિયર રેસિડેન્ટ ડોક્ટર વિદીત, હર્ષ, ધ્રુવ અને ઉત્સવને આગામી બે મહિના સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે હવે આ ચારેય તબીબો માટે બે મહિના સુધી સ્મીમેર હોસ્પિટલમાં શૈક્ષણિક અને તબીબી કાર્ય પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ સિવાય તપાસ કમિટી દ્વારા આ ચારેય ડોક્ટરો માટે આગામી બે મહિના સુધી સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જેને પગલે હોસ્ટેલમાં રહેતા તબીબોએ હવે બે મહિના માટે ઘરની વાટ પકડવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad : ઓઢવ સામુહિક હત્યા કેસમાં ખુલ્યો રાઝ, પત્નીના અનૈતિક સંબંધોમાં હત્યાને આપ્યો અંજામ

આ પણ વાંચો : Surat : અસહ્ય મોંઘવારી અને ભાવવધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન, 25થી વધુની અટકાયત

Next Article