Surat : સચિન અને સચિન GIDC પોલીસે વ્યાજખોરો સામે 10 ગુના નોંધ્યા, 14ને કર્યા જેલ હવાલે

|

Jan 06, 2023 | 11:43 AM

Surat crime news : સચિન GIDC પોલીસ અને સચિન પોલીસે વ્યાજખોરો સામે 10 ગુના નોંધ્યા છે અને 14 લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. સચિન GIDC પોલીસે 10 અને સચિન પોલીસે 4 વ્યાજખોરોની ધરપકડ કરી છે.

Surat : સચિન અને સચિન GIDC પોલીસે વ્યાજખોરો સામે 10 ગુના નોંધ્યા, 14ને કર્યા જેલ હવાલે
સુરત પોલીસે વ્યાજખોરો પર બોલાવી તવાઇ

Follow us on

સુરતમાં વ્યાજના વિષચક્રમાંથી સામાન્ય પ્રજાને મુક્ત કરાવવા પોલીસ વિશેષ ડ્રાઈવ ચલાવી રહી છે. જે અંતર્ગત સચિન GIDC પોલીસ અને સચિન પોલીસે વ્યાજખોરો સામે 10 ગુના નોંધ્યા છે અને 14 લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. સચિન GIDC પોલીસે 10 અને સચિન પોલીસે 4 વ્યાજખોરોની ધરપકડ કરી. આ શખ્સો નાના ધંધાર્થીઓને મહિને 15 ટકા વ્યાજે રૂપિયા આપતા અને ત્યારબાદ પરેશાન કરતા હતા. જો 10 હજાર વ્યાજે આપ્યા હોય તો વ્યાજપેટે રૂપિયા 2 હજાર પહેલેથી જ કાપી લેતા. ત્યારબાદ રોજેરોજ વ્યાજ વસૂલ કરતા હતા અને જો વ્યાજના રૂપિયા ન આપે તો ધાકધમકી આપીને હેરાન કરતા હતા. પોલીસે આવા નાના ધંધાર્થીઓ, શાકભાજીની લારીવાળા અને કટલરી વેચતા લોકોને વ્યાજના વિષચક્રમાંથી છોડાવ્યા છે.

વ્યાજખોરો સામે કાર્યવાહી

સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર છે અને આ પાટનગરમાં દેશભરના અલગ અલગ રાજ્યના લોકો રોજગારીની શોધમાં આવીને વસ્યા છે. પોતે નાનો મોટો ધંધો કરતા હોવાથી પૈસાની જરૂર હોય છે, ત્યારે કેટલાક તત્વો આવા લોકોને રૂપિયા વ્યાજે તો આપે છે પણ તેની અવેજમાં વ્યાજની મોટી રકમ પડાવી લેતા હોવાની સતત ફરિયાદો સુરત પોલીસ સામે આવી રહી છે. ત્યારે સુરત પોલીસે આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. આવા લોકો વ્યાજે રૂપિયા આપે છે ત્યારે પહેલેથી જ 15% કરતાં વધુ વ્યાજ વસૂલતા હોવા છતાં પણ પૈસા લેનાર વ્યક્તિને સતત વ્યાજ માગી હેરાન અને પરેશાન કરતા હોય છે ત્યારે સુરતના આઇ ડિવિઝન વિસ્તાર એટલે કે સચિન અને સચિન જીઆઇડીસી પોલીસ વિસ્તારમાં પોલીસે વ્યાજ ખોરો સામે કાર્યવાહી કરી હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

14 લોકો સામે ગુનો નોંધાયો

પોલીસ દ્વારા સચિન જીઆઇડીસી વિસ્તારમાં 11 કેસ અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વ્યાજ ખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સચિન GIDC વિસ્તારમાં નીરજ બનારસી તિવારી બરફ ફેક્ટરીવાળા, સંતોષ રામેશ્વર કોલોની ખાતે રહેતો દિનેશ તિરૂપતિ નગર ખાતે રહેતો ઇમોદિન મૂળજી ,આલમ શેખ ગભેની ખાતે રહેતો જયેશ ભાણા કલ્પેશ કલાસી, ઉધના હરીનગરના શાહુલ હમીદ, તલગપુર ખાતે રહેતો કેસુર પટેલ કંસાર ખાતે રહેતો ગુલામચંદ યાદવ લાજપોર ખાતે રહેતો ઈમ્તિયાઝ અબ્દુલ શેખ પારડી ખાતે રહેતો કરણ ભરવાડ અને જયેશ પટેલ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે આ તમામ લોકો શ્રમિક અને ગરીબ લોકોને વ્યાજે રૂપિયા આપી લોહી ચૂસવાનું કામ કરતા હતા ક્યારે પોલીસે તમામનો સંપર્ક કરી તેમને વિશ્વાસમાં લઈ આવ્યા જ કરો સ્વામીની ફરિયાદ લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી યાદ કરી છે.

Next Article