
તેમના આ પ્રકારના મનોરંજનથી ખાસ કરીને નાના બાળકોને વધુ પડતી મજા આવતા માતા-પિતા પણ બાળકોને આ ગોલ્ડન સ્ટેચ્યુ બોય સાથે ફોટો પડાવતા જોવા મળે છે. આમ નાના અને મોટા સૌ મનોરંજન ની મજા માણે છે.

સૌથી વધુ સુરતના ચોપાટી ગાર્ડન પાસે પબ્લિકની અવરજવર વધુ હોવાથી લોકો પણ એની સાથે સેલ્ફી પડાવે છે મજાક મસ્તી કરે છે. આફતાબ જે પણ ખુશીથી અને જે પણ મળે છે એનાથી એનો અને પરિવારનો ગુજરાન ચલવે છે.

પાર્ટી તેમજ અનેક પ્રોગ્રામોમાં પણ આફતાબને આમંત્રણ આપે છે. જ્યાં તે પોતાના પર્ફોમન્સ કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે. આ ગોલ્ડન બોય એટલો ફેમસ થઈ ગયો છે તે હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ રંગ જમાવી રહ્યો છે.
Published On - 10:27 pm, Sat, 15 April 23