બે વર્ષ સુધી સતત કો૨ોના (Corona ) કાળના કારણે શહેરીજનોની હાલત કફોડી થવા પામી હતી . સંખ્યાબંધ મિલકતદારો એવા હતા કે જેઓ કટોકટીના કારણે બે વર્ષ સુધી વેરો (Tax )ભરી શક્યા ન હતા . જેથી આખરે આવા મિલકતદારો માટે મનપાએ વ્યાજ માફી યોજના લાગુ કરી હતી . જેની મુદ્દત 31 મી માર્ચના રોજ પૂર્ણ થતી હતી પરંતુ મહાનગરપાલિકામાં મળેલી સ્થાયી સમિતિમાં આ યોજનાની મુદ્દત વધુ એક મહિના માટે લંબાવવામાં આવી છે . જેથી શહેરીજનો આગામી હજુ એક મહિના સુધી આ યોજનાનો લાભ લઇ શકશે . ઉલ્લેખનીય છે કે 3.60 લાખ મિલકતદારો પૈકી માત્ર 85 હજાર મિલકતદારોએ જ આ યોજનાનો લાભ લીધો છે .કોરોના સમયમાં લોકોની હાલત આર્થિક રીતે કફોડી થવા પામી હતી . સુરત શહેરમાં વસવાટ કરતા સંખ્યાબંધ એવા રહેણાક અને બિનરહેણાકમાં મિલકતદારો વેરો ભરપાઇ કરી શક્યા ન હતા .
જેના કારણે સુરત મનપા દ્વારા રજુ કરવાં આવેલા બજેટમાં વ્યાજમાફીની યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 31-03-2021ના રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી વ્યાજ માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે શહેરમાં 3.60 લાખ મિલકતધારકો પૈકી અત્યારસુધી ફક્ત 85 હજાર લોકોએ જ યોજનાનો લાભ લીધો છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે મનપા દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી .જેથી સુરત મનપા દ્વારા આ યોજના વધુ એક મહિનો લંબાવવામાં આવી છે .
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે , આ યોજનાનો મહત્તમ લોકો લાભ થઈ શકે તે માટે વ્યાજ માફી યોજના 30 એપ્રિલ સુધી લંબાવાઈ છે . અત્રે ઉલ્લેખનીય છે કે , વ્યાજમાફી યોજના અંતર્ગત 3.60 લાખ મિલકતદારો માટે આ વ્યાજ માફી યોજના લાગુ કરી હતી . જેમાં કુલ 3.60 લાખ મિલકતદારોને આ પાસેથી કુલ 567 કરોડની વસુલાત થશે. જે પૈકી 31 મી માર્ચ સુધીમાં મનપાની તિજોરીમાં 90 કરોડની ૨કમ જમા થઈ છે . જેમાં વ્યાજમાફી પેટે 20 કરોડ માફ કરવામાં આવ્યા છે એટલે કે મનપાને 20 કરોડનું નુકસાન થયું છે . આમ હવે શહેરીજનો 30 એપ્રિલ સુધી આ યોજનાનો લાભ લઇ શકશે.
આ પણ વાંચો :