Surat : DGVCLના પ્રતાપે ઉધના ઇન્દીરાનગરના રહીશો અંધારામાં રહેવા મજબુર

|

Feb 24, 2022 | 7:19 AM

સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે જયારે અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ ઉપરથી દબાણ છે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કાપી લેતા રહીશો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.વધુમાં તેમને આક્ષેપ કર્યા હતા હતા કે જગ્યાની મેટર કોર્ટમાં ચાલી રહી છે

Surat : DGVCLના પ્રતાપે ઉધના ઇન્દીરાનગરના રહીશો અંધારામાં રહેવા મજબુર
ડીજીવીસીએલ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર

Follow us on

સુરતના ઉધના(Udhna ) ખાતે આવેલ ઈન્દીરાનગરના રહીશો છેલ્લા કેટલાક દિવસોથી અંધારામાં રહેવા માટે મજબુર બન્યા છે. સ્થાનિક ડીજીવીસીએલના(DGVCL) અધિકારીઓ દ્વારા એક સાથે 50 જેટલા ઝૂપડાંના વીજ કનેક્શન કાપવાની સાથે સ્ટ્રીટ લાઈટો (Street Light ) પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ડીજીવીસીએલના અધિકારીઓના આ અમાનવીય વ્યવહારના લીધે અંધારામાં રહેવા મજબુર બનેલા રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વ્યવસ્થા સંભળાવી હતી.

ઉધનાના ઇન્દીરાનગરમાં રહેતા રહીશોએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે તેઓ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. 100 કરતા વધારે ઝૂપડામાં લાઈટ મીટરો આવેલા છે. તેઓ છેલ્લા 30 કરતા પણ વધુ વર્ષોથી નિયમિતપણે બિલ ભરતા હોવા છતાં ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કનેક્શન કટ કરી મીટરો કાઢી લઇ ગયા છે.

સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે જયારે અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ ઉપરથી દબાણ છે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કાપી લેતા રહીશો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.વધુમાં તેમને આક્ષેપ કર્યા હતા હતા કે જગ્યાની મેટર કોર્ટમાં ચાલી રહી છે. બિલ્ડરના ઈશારે કામ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે તે અંગે તપાસ કરી મિટરો પાછા લગાવવામાં આવે તેવી રજુઆત કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સ્થાનિકોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડીજીવીસીએલ ના અધિકારીઓને જયારે આ મામલે પૂછવામાં આવે છે ત્યારે તેમના દ્વારા કોઈપણ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. પાવર કટ હોવાના કારણે દિવસે તો કોઈ વાંધો નથી આવતો પણ રાત્રે લોકોને ખુબ તકલીફ પડે છે. જેથી આ બાબતે ઝડપી કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સહમંત્રી આશિષ રાય,વોર્ડ નંબર-4 ના ઉપ-પ્રમુખ સંતોષ શુકલા,યુથ કોંગ્રેસના ઉપ-પ્રમુખ આમિર ખાન તેમજ 100 થી વધુ સ્થાનિકો અને રહીશો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :

શું તમે ફિટ રહેવા માટે ઈંડાની સફેદી ખાઓ છો તો ચેતી જજો, આવી શકે છે આ સમસ્યાઓ

કડવા લીમડાના ગેરફાયદા, જાણો કઈ રીતે તેનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ખતરનાક

Next Article