Surat : મનપાના શાસકો માટે લાલ જાજમ, 77 લાખના ખર્ચે 5 ઇનોવા કાર ખરીદાશે

|

Jul 09, 2021 | 11:07 AM

મોંઘવારી માઝા મુકી રહી છે અને સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે સુરત મનપાના સત્તાધીશોને નવી કારના અભરખા જાગ્યા છે. અને 77 લાખના ખર્ચે, એક બે નહીં પરંતુ 5 નવી ઇનોવા કાર ખરીદવાનો કારસો ઘડ્યો છે.

Surat : મોંઘવારી માઝા મુકી રહી છે અને સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે સુરત મનપાના સત્તાધીશોને નવી કારના અભરખા જાગ્યા છે. અને 77 લાખના ખર્ચે, એક બે નહીં પરંતુ 5 નવી ઇનોવા કાર ખરીદવાનો કારસો ઘડ્યો છે. એક તરફ મહામારીમાં સુરતીઓની હાલત કફોડી બની છે, અને નાગરિકોને ટેક્સ ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે.

ત્યારે મનપાના શાસકો કાર ખરીદી પાછળ પ્રજાના ટેક્સના રૂપિયા પાણીની જેમ વાપરશે. જોકે પ્રજાના પૈસાનો વેડફાટ થતા જ મનપાના વિપક્ષે શાસકો સામે મોરચો માંડ્યો છે. અને શાસકોના ટેસડા માટે થનારી કારની ખરીદીનો વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષની માગ છે કે કાર ખરીદીનો નિર્ણય પડતો મુકવામાં આવે.

જોકે આ મામલે જ્યારે મેયર હેમાલી બોઘાવાળાને પુછવામાં આવતા તેઓનો જવાબ પણ સાંભળવા લાયક હતો. મેયર મેડમે નિયમોની બલિહારી રજૂ કરી. અને 2 લાખ કિલોમીટર વટાવી ચૂકેલી કારથી અકસ્માતનો ભય વ્યક્ત કર્યો.

મહત્વપૂર્ણ છે કે અગાઉ 2007માં નવી કાર ખરીદવામાં આવી હતી. જ્યારે હાલ ખરીદવામાં આવનાર કારની કીંમત 15 લાથી માંડીને 23 લાખ સુધીની છે. જોકે અહીં સવાલ એ સર્જાય છે કે પગાર લઇને સેવા કરવા બેઠેલા શાસકો અને અધિકારીઓ કેમ પ્રજાના પરસેવાની કમાણીને વેડફી રહ્યા છે ? શું જૂની કારને રિપેર કરીને ઉપયોગમાં ન લઇ શકાય ? કેમ નવી કાર ખરીદીને પ્રજાના પૈસાનું આંધણ કરાઇ રહ્યું છે ? શું નેતાઓ મોંઘવારીને સમયે રૂપિયા બચાવીને કરકસરયુક્ત વહીવટનું ઉદાહરણ ન પુરૂ પાડી શકે ?

 

Next Video