Surat : કડોદરા વિસ્તારની બેંકોમાં સિક્યુરિટી ગાર્ડની તાત્કાલિક નિમણૂક કરવા પોલીસની તાકીદ

|

Jul 01, 2022 | 4:34 PM

લૂંટની (Robbery) ઘટનામાં બાદ સુરતમાં પોલીસ (Surat Police) સતર્ક બની ગઇ છે. કડોદરા જી.આઈ. ડી.સી. પોલીસ મથકમાં એક મીટીંગનું આયોજન ક૨વામાં આવ્યું હતું. જેમાં આવો લૂંટનો બનાવ ભવિષ્યમાં બીજી વાર ન બને તે અંગે ચર્ચા કરવામાં આવી.

Surat : કડોદરા વિસ્તારની બેંકોમાં સિક્યુરિટી ગાર્ડની તાત્કાલિક નિમણૂક કરવા પોલીસની તાકીદ
બેંકોમાં સિક્યુરિટી ગાર્ડની તાત્કાલિક નિમણૂક કરવા પોલીસની તાકીદ

Follow us on

હજી બે અઠવાડિયા પહેલા જ સુરત (Surat) જિલ્લાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં લૂંટની (Robbery) ઘટના બની હતી. એક લૂંટારુએ કડોદરા ચાર રસ્તા પરથી ધોળે દિવસે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના (Surat District Bank) 4 કર્મચારીને બંદૂકની અણીએ બાનમાં લીધા હતા અને 6 લાખની રોકડ રકમ લૂંટી લૂંટારુ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બેંકના કર્મચારીઓની અવેરનેસ અને સુવિધાના અભાવ હોવાનું પણ એક કારણ બહાર આવ્યું હતું. માહિતી એવી સામે આવી રહી છે કે લૂંટારું બનાવના ત્રણથી ચાર દિવસ અગાઉ બેંકની બહાર તેમજ બેંક માં રેકી કરતો નજરે ચડ્યો હતો.

પોલીસે 27 બેંકના મેનેજરો સાથે કરી બેઠક

લૂંટની ઘટનામાં બાદ સુરતમાં પોલીસ સતર્ક બની ગઇ છે. કડોદરા જી.આઈ. ડી.સી. પોલીસ મથકમાં એક મીટીંગનું આયોજન ક૨વામાં આવ્યું હતું. જેમાં આવો લૂંટનો બનાવ ભવિષ્યમાં બીજી વાર ન બને તે હેતુથી કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઇન્ચાર્જ દ્વારા કડોદરામાં બેંકના મેનેજરો સાથે બેઠક કરીને જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેમાં કડોદરા પોલીસ મથકમાં આવેલ તમામ સહકારી અને સરકારી તેમજ ખાનગી બેંકના 27 જેટલા બ્રાન્ચ મેનેજરોને બોલાવવામાં આવ્યા હતા.

શું સૂચના આપવામાં આવી ?

  1. બેઠકમાં હાજર રહેલા બેન્ક મેનેજરને સૌથી પહેલા તમામ બ્રાન્ચ પર સિક્યુરીટી ગાર્ડ ફરજિયાત રાખવા જણાવવામાં આવ્યું હતું.
  2. જે બેંકો પાસે સિક્યુરિટી ગાર્ડ નથી તેમને વહેલી તકે સિક્યુરિટી ગાર્ડ ભરતી કરવા તેમજ બેંક સિક્યુરિટી ગાર્ડનું પોલીસ પાસે વેરિફિકેશન કરાવવા સૂચના
  3. બેંકમાં લૂંટ ધાડ ચોરી જેવા કિસ્સામાં ગુપ્ત રીતે પોલીસને જાણ કેવી રીતે કરવી, બેંકમાં એલર્ટ સાયરનનો ઉપયોગ કેવી રીતે કરવો

આ તમામ મુદ્દાઓ અંગેની સમજ આપવામાં આવી હતી. એટલું જ નહીં કડોદરા વિસ્તારની તમામ બેંક મેનજરોનુ એક સોશિયલ મીડિયા ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું હતું. જેમાં બેંકમાં વારંવાર વગર કારણે તેમજ શંકાસ્પદ વ્યક્તિની માહિતી અપડેટ આપવા જણાવ્યું હતુ.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ ઉપરાંત માસ્ક અને મોઢું વ્યવસ્થિત રીતે દેખાઈ એ રીતે બેંકમાં આવતા તમામ લોકોનું સ્કેનિંગ કરવું વગેરે જેવી જાણકારી આપવામાં આવી હતી. આવનારા દિવસોમા કડોદરા પોલીસ દ્વારા બેંકમાં લૂંટ કે ચોરી જેવા બનાવ બને તો બેંક કર્મચારીઓએ તેમજ બેંકમાં આસપાસ લોકોએ કેવી રીતે સાવચેતી રાખવી જે અંગેની મોક ડ્રિલ કરવા પણ જણાવ્યું હતુ. આ સાથે જ તમામ તકેદારી અંગે ઉપાયો પણ સમજાવવામાં આવ્યા હતા.

(ઇનપુટ ક્રેડિટ- જીજ્ઞેશ મહેતા, બારડોલી)

Published On - 4:33 pm, Fri, 1 July 22

Next Article