સુરત પોલીસે ગુજરાતનું સૌથી પહેલું ભવિષ્ય કેન્દ્ર શરૂ કર્યુ, પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શન અપાશે

|

Apr 08, 2022 | 4:38 PM

આ અવસરે ગૃહરાજયમંત્રીએ પોલીસના પ્રયાસને બિરદાવીને જણાવ્યું હતું કે, રાજયની શાંતિ અને સલામતી માટે દિન-રાત ખડેપગે રહેતા પોલીસ જવાનોના યુવક-યુવતિઓ માર્ગદર્શનથી વંચિત રહી ન જાય તે માટે આ કેન્દ્ર ઉત્તમ કારકિર્દી ઘડતર માટે સહાયરૂપ બની રહેશે.

સુરત પોલીસે ગુજરાતનું સૌથી પહેલું ભવિષ્ય કેન્દ્ર શરૂ કર્યુ, પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શન અપાશે
Surat Police started the first Bhavishya Kendra in Gujarat

Follow us on

સુરત (Surat) શહેર પોલીસ (police) વિભાગ દ્વારા પોલીસ પરિવારના યુવક-યુવતિઓને ભવિષ્ય ઘડતર માટે તાલીમ સાથે માર્ગદર્શન મળી રહે તે માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્ર તથા પોલીસ શોપીંગ પ્લાઝા તથા સાયબર ક્રાઈમના રૂમોનું ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંઘવીએ(Harsh Sanghvi) લોકાર્પણ (Dedication) કર્યું હતું. પોલીસ મુખ્ય મથક ખાતે તૈયાર થયેલા કેન્દ્રમાં પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શનની સાથે ઉત્તમ તાલીમ મળી રહે તે માટેના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં સ્કીલ ડેવલપેમન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, કોમ્પ્યુટર સ્કીલ જેવી અનેક તાલીમો આપવામાં આવશે. પોલીસ શોપીંગ પ્લાઝામાંથી ડેરીની આઈટમો, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પોલીસ પરિવારોને રાહત દરે મળી રહેશે.

આ અવસરે ગૃહરાજયમંત્રીએ પોલીસના પ્રયાસને બિરદાવીને જણાવ્યું હતું કે, રાજયની શાંતિ અને સલામતી માટે દિન-રાત ખડેપગે રહેતા પોલીસ જવાનોના યુવક-યુવતિઓ માર્ગદર્શનથી વંચિત રહી ન જાય તે માટે આ કેન્દ્ર ઉત્તમ કારકિર્દી ઘડતર માટે સહાયરૂપ બની રહેશે. આ સેન્ટર શરૂ કરીને સુરત પોલીસની વિચારધારા શું છે તે જાણી શકાય છે. પોલીસ અને સમાજ વચ્ચે અંતર ઘટે તે માટે ગૃહવિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા વધુમાં વધુ ફૂટ પેટ્રોલિંગ કરીને સમાજમાં રહેલી સમસ્યાઓનું મુંલ્યાકન કરીને તેને દુર કરવાના માટે પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. પોલીસ સ્ટેશને કામ અર્થે આવતા નાગરિકો સાથે પોલીસ દ્વારા માનવીય વર્તન થાય તે જરૂરી હોવાનું જણાવીને ગેર વર્તણુંક કરનારા જવાનો સામે ફરિયાદ આવશે. તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, સુરત પોલીસ દ્વારા ગાર્ડનો, વોકિંગ ટ્રેક જેવા જાહેરસ્થળોએ સજેશન બોકસ મુકીને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના સારા પરિણામો મળી રહ્યા છે. તાજેતરમાં બનેલી ઘટના વિશે જણાવતા કહ્યું કે, ઉમરા પોલીસના જવાને સજેશન બોકસની ચિઠ્ઠી વાંચીને તત્કાલ કાર્યવાહી કરીને હનીટ્રેપના કિસ્સામાં વ્યકિતને મદદ કરીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. વધુમાં તેમણે કહ્યું કે, શહેરની કોઈ પણ મહિલાઓ સીધી પોલીસ સ્ટેશને આવવા માંગતા ન હોય તો સજેશન બોકસમાં પોતાની સમસ્યા એક ચિઠ્ઠી દ્વારા લખીને જણાવી શકે છે. જેના પર પોલીસ દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. આ અવસરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, પોલીસ પરિવારના બાળકો માર્ગદર્શનના અભાવે જોબની વંચિત રહી ન જાય તે માટે કેન્દ્ર શરૂ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તાલીમ તથા અન્ય શૈક્ષણિક તાલીમો આપવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી ઘડવામાં મદદરૂપ બનશે. કારકિર્દી ઘડતર માટે કોર ટીમ બનાવવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

આ પણ વાંચો :Ahmedabad : બાળકોને નશાના રવાડે ચઢાવીને ભીખ મંગાવવાના નેટવર્કનો પર્દાફાશ

આ પણ વાંચો :આરોગ્ય મંત્રાલયની જાહેરાત, 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના પાત્ર લોકો પણ ખાનગી કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ મેળવી શકશે

Next Article