સુરત (Surat) શહેરમાં ગ્રીષ્માની સરા જાહેર હત્યા બાદ સુરત પોલીસ (Police) દ્વારા શાળા કોલેજોમાં (School colleges)વિદ્યાર્થીની આત્મનિર્ભર બને તે અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાપોદ્રાના ધારુકા કોલેજ ખાતે પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાસ ટ્રેનરો દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ (Self defense)વચ્ચે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં કાળ કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને સુરતમાં પાસોદરા વિસ્તારમાં થયેલ ગ્રીષ્માની હત્યા કેસને લઈને સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. જેને લઈને મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા હતા. જેને લઈને સુરત પોલીસ પણ એક્ટિવ બની ગઈ છે અને ખાસ કરીને સુરત શહેરની જનતાની સુરક્ષા માટેની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા વિવિધ શાળાઓ અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ માટે વિશેષ આત્મનિર્ભર બનવા ટ્રેઇનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે સુરતના કાપોદ્રા ધારુકા કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય અતિથિ રૂપે સુરત પોલીસ કમિશનર અજય તોમર, એડિશનલ કમિશનર, ડીસીપી સજ્જન સિંહ પરમાર , એસીપી સી.કે. પટેલ સહિત ખાસ ટ્રેઇનર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીનીઓ પોતે આત્મનિર્ભર બને ગમે તેવી પરિસ્થિતિમાં ઝઝૂમી શકે અને કોઈ અસામાજિક તત્વો સામે બાથ ભીડી શકે તે માટેની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. આ કેમ્પ પાંચ દિવસ માટે યોજવામાં આવ્યો છે અને સુરત શહેરના વિવિધ શાળા કોલેજમાં કાર્યક્રમ યોજીને યુવતીઓને સમજ આપવામાં આવી હતી.
જ્યારે વધુમાં સુરત પોલીસ કમિશનર દ્વારા શાળા કોલેજની બહાર સતત પોલીસ ખાનગી ડ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી છે. જે બાબતે કોઈ અસામાજિક તત્વો અથવા આજુબાજુ પાનના ગલ્લા પર બેઠલા ઇસમો સામે પણ લાલા આંખ કરવામાં આવી રહી છે. ગઈકાલે પોલીસે અલગ અલગ 15 જેટલા ઈસમો સામે કાર્યવાહી પણ કરી હતી. અને આ કામગીરી સાથે કપલ બોક્ષને લઈ જે જાહેરનામું પણ બહાર પાડ્યું છે જેની અસર શહેરમાં જોવા મળી રહી.
આ પણ વાંચો : Valsad: બુલેટ ટ્રેનનું સ્ટોપેજ અપાતા ડુંગરા વિસ્તારમાં મિલકતના ભાવ ઉચકાયા, રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે તેજી
આ પણ વાંચો : તલાટીની 3 હજાર 437 જગ્યાઓ માટે રાજ્યમાંથી 23.23 લાખ ફોર્મ ભરાયા,18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં