Surat: પોલીસે વાહન ચોરતી ગેંગને ઝડપી, સાત બાઇક સાથે પાંચ લોકોની ધરપકડ

ગુજરાતના સુરતમાં(Surat)વરાછા પોલીસે બાતમીના આધારે વરાછા કુબેર નગરના પોપડામાંથી પાંચ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે કુલ સાત બાઈક કબજે કરી હતી. જેમાં વાહન ચોરીનો( Theft) મુખીયા એવો હોમગાર્ડ પણ ઝડપાયો હતો આ તમામ આરોપીની ધરપકડ કરી વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં વાહન ચોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે

Surat: પોલીસે વાહન ચોરતી ગેંગને ઝડપી, સાત બાઇક સાથે પાંચ લોકોની ધરપકડ
Surat Vehicle Theft Gang
| Edited By: | Updated on: Nov 03, 2022 | 4:36 PM

ગુજરાતના સુરતમાં(Surat)વરાછા પોલીસે બાતમીના આધારે વરાછા કુબેર નગરના પોપડામાંથી પાંચ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે કુલ સાત બાઈક કબજે કરી હતી. જેમાં વાહન ચોરીનો( Theft) મુખીયા એવો હોમગાર્ડ પણ ઝડપાયો હતો આ તમામ આરોપીની ધરપકડ કરી વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં વાહન ચોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે રોજિંદા અનેક વાહનોની ચોરીના બનાવો પોલીસ મથકમાં નોંધાઈ રહ્યા છે ત્યારે આવી જ એક વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ વરાછા પોલીસે કર્યો હતો વરાછા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે વરાછા કુબેર નગર ના પોપડામાં કેટલા ઈસમો ઊભા છે જે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ છે તેઓને પકડી પાડી સઘન પૂછતાછ કરવામાં આવતા આરોપી પાસેથી ચોરીની બાઈકો મળી આવી હતી .

જેમાંમુખ્ય આરોપી અશ્વિન મૂંગરા જે કામરેજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે તે ચોરીના રવાડે ચડ્યો હતો સાથે ગેંગ બનાવી હતી એમાં છગન સરવૈયા નામના આરોપી જે અગાઉ પણ વાહન ચોરીમાં ઝડપાઈ ચુક્યો છે તેને સાથે રાખી અને અન્ય આરોપી ધીરુ વાવડીયા સાથે સુરત શહેર અને જિલ્લાઓમાં વાહન ચોરી કરતા હતા અને વાહનો ચોરી ભંગારના ગોડાઉન ચલાવતા બે આરોપી શબ્બીર સરવૈયા અને મોહમ્મદ રફીક મામુને વેચતા હતા જે બંને આરોપી ગાડીને ક્રેશ કરી સામાન વેચી નાખતા હતા જે આરોપીઓ પકડાઈ જતા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો વરાછા પોલીસે આરોપી પાસેથી કુલ સાત બાઇક કબજે કરી હતી.

જેમાંથી પાંચ બાઇક યથાવત સ્થિતિમાં અને બે બાઈક ક્રેશ કરેલી મળી આવેલ હતી. આરોપીઓ મોજશોખ પૂરા કરવા માટે વાહનોની ચોરી કરતા હતા જોકે આ ગુનામાં પાંચેય આરોપીની ધરપકડ કરી વરાછા પોલીસે ₹2,00,000 થી વધુ નો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી