Surat: મગદલ્લામાં નવજાત બાળકને ફેંકી દઇ હત્યા કેસમાં પોલીસે યુવતી બાદ તેના પ્રેમીની પણ ધરપકડ કરી

સુરતના મગદલ્લા ગામમાંથી બે દિવસ પહેલા હચમચાવતી ઘટના સામે આવી હતી. જેમા નવજાત બાળકને તેની માતાએ ત્રીજા માળેથી ફેંકીને હત્યા કરી હતી. આ ઘટનામાં પોલીસે સગીર વયની માતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે હવે સગીર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી તેને માતા બનાવનાર તેના પ્રેમીની પણ ધરપકડ કરી છે.

Surat: મગદલ્લામાં નવજાત બાળકને ફેંકી દઇ હત્યા કેસમાં પોલીસે યુવતી બાદ તેના પ્રેમીની પણ ધરપકડ કરી
Surat Magdalla New Born Child Murder Case
| Edited By: | Updated on: Dec 15, 2022 | 5:18 PM

સુરતના મગદલ્લા ગામમાંથી બે દિવસ પહેલા હચમચાવતી ઘટના સામે આવી હતી. જેમા નવજાત બાળકને તેની માતાએ ત્રીજા માળેથી ફેંકીને હત્યા કરી હતી. આ ઘટનામાં પોલીસે સગીર વયની માતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે હવે સગીર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી તેને માતા બનાવનાર તેના પ્રેમીની પણ ધરપકડ કરી છે. પોલીસે સગીર યુવતીને માતા બનાવવા બદલ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, સુરતના છેવાડે આવેલ મગગલના ગામ ખાતેથી 17 વર્ષીય સગીર યુવતી માતા બની ગયા બાદ બાળકને જન્મ આપ્યો હતો. જોકે બાળકના જન્મતાની સાથે જ યુવતીએ બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે ફેંકી દીધ હતો. જેને લઇ નવજાત બાળકનું મોત થયુ હતું. આ ઘટના અંગે પોલીસે માતાની ધરપકડ કરી હતી. ત્યારે હવે યુવતી સાથે સગીર અવસ્થા શારીરિક સબંધ રાખતાપ્રેમીની પણ ધરપકડ કરી છે. પોલીસે યુવતીના પ્રેમી પ્રવીણ ભાંભોરની ધરપકડ કરી તેની સામે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 સગીર યુવતીએ બાળકને જન્મ આપતાની સાથે જ બિલ્ડીંગના ત્રીજા માળેથી મધરાત્રિએ ફેંકી હત્યા કરી

નવજાત બાળકને જન્મ આપી તેને મોત આપનાર માતાની પોલીસે ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જે દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવતી 17 વર્ષમાં જ માતા બની ગઈ હતી. યુવતીની બહેનપણીનો મિત્ર પ્રવીણ ભાંભોર સાથે તેણે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. અને આ પ્રેમ સંબંધમાં યુવતીએ તેની સાથે શારીરિક સંબંધ પણ ભોગવ્યો હતો. જેમાં આ યુવતી માતા બની ગઈ હતી. દરમિયાન લગ્ન પહેલાં માતા બની જતા તેનું પાપ છુપાવવા સગીર યુવતીએ બાળકને જન્મ આપતાની સાથે જ બિલ્ડીંગના ત્રીજા માળેથી મધરાત્રિએ ફેંકી હત્યા કરી હતી.

સુરતની ઉમરા પોલીસ દ્વારા આજેસગીર યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે. નાની વયમાં જ કરેલા પ્રેમમા ખોટા કામને લઈ આજે તેનું કારણ અંજામ ભોગવવાનો વારો આવ્યો છે. જન્મતાની સાથે જ નવજાત બાળકના મોતને પગલે માતા સામે ભૃણ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તો સગીર વયની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી તેને માતા બનાવવા બદલ તેના પ્રેમી પ્રવીણ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી છે.

Published On - 5:17 pm, Thu, 15 December 22