સુરત જિલ્લામાં જે રીતે ઘટના બની તેના પ્રત્યાઘાતો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ત્યારે અલગ અલગ શહેરોમાં સતત પોલીસ કામગીરી શરૂ કરી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ અલગ અલગ કામગીરી શરૂ કરી કપલ બોક્ષ બંધ કરવા માટે અને સ્કૂલ કોલેજની બહાર જે અસામાજિક તત્વોને બેસવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સુરત શહેરના ઘણા વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ ઉભા કરી તેમાં અસામાજિક પ્રવૃતિઓ ચાલે છે. જેમાં અશ્લિલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાનું જણાતા આ પ્રકારની અનૈતિક અને અસામાજિક પ્રવૃતિઓને કારણે નાની વયના યુવક-યુવતીઓ ભોગ બનતા હોય છે.
આ બદીને કારણે મૃત્યુ, રેપ, અને બ્લેકમેઈલિંગના બનતા કિસ્સાઓને ધ્યાને લઈ તેના નિવારણ માટે પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. તેમણે શહેરી વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને આવી તમામ જગ્યાઓએ સ્પષ્ટ દેખાય તે રીતે CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યો છે. સુરત કમિશનરેટમાં ફરજ બજાવતા બિનહથિયારધારી ASI અને તેનાથી ઉપરના દરજજાના કોઈ પણ પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે.
આ જાહેરનામુ આવતીકાલ 17 ફેબ્રુઆરી 2022થી લાગુ થશે અને 17 એપ્રિલ 2022 સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
આ પણ વાંચોઃ Surat: કંપનીના પેટર્ન સિમ્બોલ તથા કલર માર્કાની કોપી કરી નકલી લીકવીડ ડીટર્જન્ટ ઓનલાઈન વેચનારા 4 પકડાયા
Published On - 7:24 pm, Wed, 16 February 22