Surat પોલીસે 10 માસ પૂર્વે ભાગીદાર સાથે છેતરપિંડી કરી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

|

Mar 16, 2023 | 5:24 PM

ગુજરાતના સુરતમાં ભાગીદારીમાં ધંધો શરૂ કરી એમ્બ્રોડરીના મશીનને જાણ બહાર વહેંચી દેનાર આરોપીને 10 મહિના બાદ વરાછા પોલીસ ઝડપાયો છે. જેમાં સુરતમાં ભાગીદારીમાં એમ્બ્રોડરી વર્કનું ભાગીદારીમાં કામ શરૂ કરી અને ભાગીદારની જાણ બહાર જ બીજા ભાગીદારે એમ્બ્રોડરીના મશીન બારોબાર વહેંચી દીધા હતા

Surat પોલીસે 10 માસ પૂર્વે ભાગીદાર સાથે છેતરપિંડી કરી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી
Surat Police Arrest Absconding Accused

Follow us on

ગુજરાતના સુરતમાં ભાગીદારીમાં ધંધો શરૂ કરી એમ્બ્રોડરીના મશીનને જાણ બહાર વહેંચી દેનાર આરોપીને 10 મહિના બાદ વરાછા પોલીસ ઝડપાયો છે. જેમાં સુરતમાં ભાગીદારીમાં એમ્બ્રોડરી વર્કનું ભાગીદારીમાં કામ શરૂ કરી અને ભાગીદારની જાણ બહાર જ બીજા ભાગીદારે એમ્બ્રોડરીના મશીન બારોબાર વહેંચી દીધા હતા. જેની જાણ ભાગીદારને થતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.જેમાં છેતરપીંડી આચરનાર આરોપી 10 મહિને પોલીસના હાથે ઝડપાયો હતો.

શૈલેષ ભાયાણીને અશોક મિયાણી દ્વારા મશીન વહેંચવા હોવાનું જણાવ્યું હતું

સુરતમાં અવાર નવાર છેતરપીંડી ની ઘટના બનતી રહે છે..લોકોને વિશ્વાસ માં લઇ તર્ક દ્વારા રૂપિયા કઢાવી લેવાની ઘટના માં સતત વધારો થઈ રહ્યો છે..તેવામા સુરત ના વરાછા વિસ્તાર માં એક ઘટના પ્રકાશ માં આવી હતી.જેમાં એમ્બ્રોડરી વર્ક નું કામ શરૂ કરવા માટે એક મહિલા અને અશોક મિયાણી એ ભાગીદારીમાં એમ્બ્રોડરી વર્ક નું મશીન લેવાનું નક્કી કર્યું હતું.જેમાં મહિલા એ રૂપિયા નું રોકાણ કર્યું હતું..ત્યારબાદ એમ્બ્રોડરી નું વર્ક શરૂ કર્યો હતું. તે દરમ્યાન શૈલેષ ભાયાણીને એમ્બ્રોડરી ના મશીન લેવા હોવાની વાત અશોક મિયાણીને દલાલ હસ્તક જાણવા મળી હતી.ત્યાર બાદ શૈલેષ ભાયાણી ને અશોક મિયાણી દ્વારા મશીન વહેંચવા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે 10 મહિનાથી નાસતા ફરતા આરોપી અશોક મિયાણીની ધરપકડ કરી

ત્યારબાદ મિટિંગ થઈ હતી અને 14 લાખ માં એમ્બ્રોડરી નું મશીન વહેંચી દીધું હતું..મશીન લીધા બાદ શૈલેષ ભાઈએ વર્ક પણ શરૂ કરી દીધું હતું. તે દરમ્યાન અશોક ભાઈ ના ભાગીદાર મહિલાને આ વિશે જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શૈલેશ ભાઈએ બીલ વગર ના મશીન ખરીદી લીધા હતા.જેથી મહિલા એ બીલ રજૂ કરતા કોર્ટ મશીનનો હવાલો મહિલાને સોંપવા આદેશ કરી અશોક મિયાણીને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. આ દરમ્યાન વરાછા પોલીસે 10 મહિનાથી નાસતા ફરતા આરોપી અશોક મિયાણીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

આ પણ વાંચો : Gujarati Video : માવઠાની આગાહી વચ્ચે વરસ્યો કમોસમી વરસાદ,અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ

Next Article