
સુરતના ડીંડોલી વિસ્તારમાં વિઘર્મી દ્વારા UPSCની તૈયારી કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ ઊભું કરવામાં આવતું હતું. અને પ્રેમ સંબંધ નહિ રાખે તો એક તરફી પ્રેમમાં પાગલ વિધર્મીએ તેના મિત્ર સાથે યુવતીને જાહેર રસ્તા પર ઉભી રાખીને મોઢા પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. જેને લઇ યુવતીએ અને તેના પરિવાર દ્વારા અંદાજે બે મહિના પહેલા ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ ધમકી આપનાર વિધર્મી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે જે તે સમયે તેના મિત્રની ધરપકડ કરી પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યો હતો જ્યારે ધમકી આપનાર મુખ્ય વિધર્મીને પોલીસે આજે ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
UPSCની તૈયારી કરતી યુવતીએ તેની પર એસિડ ફેકવાની ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ
સુરતના ડીંડોલી વિસ્તારમાંથી બે મહિના પહેલા એકતરફી પ્રેમીની અજીબ જીદ સામે આવી હતી. એકતરફી સઇદ ચૂહા નામના વિધર્મી પ્રેમી દ્વારા યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ ઊભું કરવામાં આવતું હતું.એકતરફી પ્રેમ રાખી યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા જબરજસ્તી દબાણ કરતો હતો. યુવતી તેમ ન કરે તો તેની પર એસિડ ફેંકવા સુધીની આ વિધર્મીએ ધમકી આપી દીધી હતી.સુરતના ડીંડોલી પોલીસ મથકમાં ગત 23 ઓક્ટોબર ના રોજ UPSCની તૈયારી કરતી યુવતીએ તેની પર એસિડ ફેકવાની ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી.
ડીંડોલી વિસ્તારમાં રહેતી UPSC પરીક્ષાની તૈયારી કરતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ટ્યુશન કલાસીસમાંથી પરત ફરી રહી હતી. ત્યારે વિધર્મી સઇદ ચુહા અને તેના મિત્રએ તેને રસ્તામાં ઉભી રાખીને પ્રેમસંબંધ રાખવા ધમકી આપી હતી. યુવતી ટ્યુશનથી ઘરે જઈ રહી હતી દરમિયાન રસ્તામાં તેને ઉભી રાખીને તેના મોઢા પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. યુવતી સાથે એકતરફી પ્રેમમાં પડેલા વિધર્મી સઇદ ચુહા નામના યુવકે તેના એક મિત્ર ધર્મેશ ખલશે સાથે યુવતીને રસ્તા પર ઉભી રાખી જાહેરમાં ધમકી આપી નાસી ગયા હતા અને પોતાની સાથે જબરજસ્તી પ્રેમસંબંધ રાખવા દબાણ ઊભું કર્યું હતું. ત્યારે પોલીસે યુવતીની ફરિયાદના આધારે ધમકી આપનાર વિધર્મી પાગલ પ્રેમી સઈદ ચુહા અને તેના મિત્રને ધરપકડ કરવા માટે પોલીસ શોધી રહી હતી દરમિયાન તેના મિત્ર ધર્મેશ ખલશે ને પોલીસે ગત બે નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો.
ડીંડોલી પોલીસે યુવતીની ફરિયાદને ગંભીરતાથી લઈ વિદર્મી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસે તેના મિત્ર ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ધમકી આપનાર વિધર્મી સઇદ ચૂહાને પકડવા માટે પોલીસ મહેનત કરી રહી હતી. સહીદ ચુહા હિસ્ટ્રી સિટર સહિત રીઢો ગુનેગાર હોવાથી પોલીસને ચકમો આપી તે નાસતો ફરતો હતો. ત્યારે બે મહિના બાદ પોલીસે બાતમીને આધારે ધમકી આપનાર વિધર્મીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ધમકી આપનાર મુખ્ય સૂત્રધાર સઇદ ચૂહાને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.યુવતીને એસિડ એટેકની ધમકી આપનાર વિધર્મી હિસ્ટ્રી શીટર હતો.
આ અંગે ડીંડોલી પોલીસ મથકના પી.એસ.આઇ હરપાલ મસાણીએ જણાવ્યું હતું કે ધમકી આપનાર સઈદ ચૂહા રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધમાં ચોરી, મારામારી જેવી અનેક ફરિયાદો નોંધાઈ છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 16 જેટલા ગુનાઓ નોંધાયા છે.