Surat : સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ મહિનામાં 400 કરોડથી વધુના બિલોની ચૂકવણી

|

Mar 29, 2022 | 9:36 AM

કેપિટલ પ્રોજેક્ટો માત્ર કાગળ પર ન રહી જાય તે માટે સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા અત્યારથી જ તમામ વિભાગોની વિવિધ બેઠકોનો પ્રારંભ કરી દેવાયો છે અને પ્રોજેક્ટો માટે ચોક્કસ સમયની ફાળવણી કરવામાં આવી છે .

Surat : સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ મહિનામાં 400 કરોડથી વધુના બિલોની ચૂકવણી
Surat Municipal Corporation (File Image )

Follow us on

નાણાકીય વર્ષ(Financial Year )  – 2021-22ને પૂર્ણ થવાને આડે માત્ર ત્રણ દિવસ બાકી છે . મનપા(SMC)  દ્વારા મિલકતવેરા સહિત અન્ય ટેક્સની(Tax ) વસૂલાત પઠાણી રીતે કરવામાં આવી રહી છે . બીજી બાજુ મનપામાં કેપિટલ ખર્ચનો આંકડો 1500 કરોડને પાર કરે તેવી શક્યતા છે . અત્યાર સુધી 1400 કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ ચૂકવી દેવાયો છે જ્યારે હજુ 100 થી 150 કરોડ રૂપિયાના બિલોની ચૂકવણી બાકી છે . ગતવર્ષે કોવિડને કારણે વિવિધ પ્રોજેક્ટની કામગીરી ઠપ થઇ જતાં 1279 કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ થઇ શક્યો હતો . તેમાંય કોવિડની પ્રથમ લહેર પૂર્ણ થતાં નવેમ્બરથી માર્ચ સુધીના પાંચ માસમાં જ શહેરમાં કેપિટલ પ્રોજેક્ટોની કામગીરીમાં આવી શકી હતી . વર્ષ 2021-22 માં 3020 કરોડના કેપિટલ ખર્ચમાં ઘટાડો કરી રિવાઇઝ બજેટમાં 2020 કરોડની જોગવાઇ સૂચિત કરવામાં આવી છે . અત્યાર સુધી મનપા દ્વારા કેપિટલ પ્રોજેક્ટો પાછળ 1400 કરોડનો ખર્ચ કરાયો છે અને બાકી રહેલ ત્રણ દિવસમાં 100-125 કરોડના બિલોની ચૂકવણી થવાની શક્યતા છે .

આમ રિવાઇઝ બજેટની તુલનામાં પણ ખરેખર કેપિટલ ખર્ચમાં 500 કરોડ જેટલો ઘટાડો શક્ય લાગી રહ્યો છે . વર્ષ 2022-23 માટે મનપા દ્વારા જંગી જોગવાઇ કેપિટલ પ્રોજેક્ટો માટે કરવામાં આવી છે . કેપિટલ પ્રોજેક્ટો માત્ર કાગળ પર ન રહી જાય તે માટે સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા અત્યારથી જ તમામ વિભાગોની વિવિધ બેઠકોનો પ્રારંભ કરી દેવાયો છે અને પ્રોજેક્ટો માટે ચોક્કસ સમયની ફાળવણી કરવામાં આવી છે . આ સ્થિતિમાં વર્ષ 2022-23 માં કેપિટલ પ્રોજેક્ટો પાછળ 2000 કરોડનો ખર્ચ ન થાય તો જ નવાઇ કહેવાશે.

વિધાનસભાની ચુંટણીના પડઘમ વચ્ચે આ વર્ષે પણ પાલિકા દ્વારા બજેટમાં કોઈપણ પ્રકારના કર દરમાં વધારો કરવાનું જોખમ ટાળવામાં આવ્યું છે. જેને પગલે સતત ઘટતી આવક સામે વધી રહેલા ખર્ચને પહોંચી વળવા માટે શાસકો દ્વારા નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવશે. જેમાં શહેરના વિવિધ ક્ષેત્રના નામાંકિત નિષ્ણાંતોની નિમણૂંક કરીને આવક સમિક્ષા કમિટિની રચના કરવામાં આવનાર છે. .આવક સમીક્ષા કમિટિ સુરત મહાનગર પાલિકાની તમામ રેવન્યુ અને કેપિટલ આવક સામે ખર્ચના સરવૈયાનું વિશ્લેષણ અને મુલ્યાંકન કરીને આવક વધારવા માટેનું આયોજન હાથ ધરશે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેરાત સહિતના અન્ય સ્ત્રોત થતી આવક વધારવા માટેના પ્રયાસો કરવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો :

Surat : ધોરણ 10-12ની બોર્ડની આજથી પરીક્ષા, સુરતમાં 1.45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા

VNSGUની ઓનલાઇન પરીક્ષા ફેઈલ, પહેલા જ્યાં વિદ્યાર્થીઓ 30 ટકા માર્ક્સ મેળવતા હતા તે હવે 90 ટકા માર્ક્સ મેળવે છે !

Next Article