SURAT : આશાદીપ ઇન્ટરનેશનલ સ્કુલમાં ફી બાબતે વાલીઓનો વિરોધ

|

Aug 14, 2021 | 11:46 AM

કોરોનાકાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બગડી રહ્યો છે. જયારે બીજી તરફ વાલીઓની આર્થિક હાલત કફોડી છે. આમ છતા રાજયની કેટલીક શાળાઓ ફી બાબતે કોઇ બાંધછોડ કરવા માગતી નથી.

SURAT : કોરોનાકાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બગડી રહ્યો છે. જયારે બીજી તરફ વાલીઓની આર્થિક હાલત કફોડી છે. આમ છતા રાજયની કેટલીક શાળાઓ ફી બાબતે કોઇ બાંધછોડ કરવા માગતી નથી. સુરત શહેરમાં પણ ઘણી શાળાઓ ફી બાબતે અડગ વલણ અપનાવી રહી છે. શહેરના યોગી ચોક ખાતેની આશાદીપ ઇન્ટરનેશનલ સ્કુલમાં ફી બાબતે વિવાદ થયો છે. ફી બાબતે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ બાબતે મોટી સંખ્યામાં વાલીઓ શાળા ખાતે પહોંચી ગયા હતા. જેથી શાળા સંચાલકો દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જોકે આ બાબતે શાળા સંચાલકો કંઇપણ બોલવા તૈયાર નથી.

 

Next Video