સુરત રિંગરોડ – સબજેલવાળી અંદાજે 22,500 ચો . મીટર જમીન પર સૂચિત મનપાના(SMC) નવા વહિવટીભવન માટેની ડીઝાઇનને (Design )અંતિમ ઓપ આપવામાં આવ્યો છે અને ટેક્નિકલ દિષ્ટએ હવે જરૂરી મંજૂરી માટેની કવાયત હાથ ધરવામાં આવી છે . રાજ્ય સરકાર(Government ) દ્વારા ટોલ બિલ્ડિંગની વ્યાખ્યામાં 100 મીટર સુધીની ઊંચાઇ માટે આપેલી મંજૂરીના પરિપ્રેક્ષમાં સુરત મનપામાં પ્રથમ ફાઇલ સુરત મનપાના નવા વહિવટીભવનની આગામી દિવસોમાં મંજૂર થશે તે નક્કી છે .
ડીસીઆર મુજબ , પોડિયમની ઊંચાઇ મહત્તમ 10 મીટર મળી શકે તેમ છે , પરંતુ મનપાના નવા વહિવટીભવન બિલ્ડિંગમાં બે ટાવરને જોડતાં પોડિયમની ઊંચાઇ ડીઝાઇન કન્સલટન્ટ દ્વારા 16 મીટરની સૂચિત કરવામાં આવી છે . પોડિયમ વિસ્તારનો ઉપયોગ બન્ને બિલ્ડિંગો માટે સંયુક્ત રાખવામાં આવ્યો છે . આ 16 મીટર ઊંચાઇના પોડિયમની મંજૂરી હેતુ સિટી ઇજનેર સ્પેશિયલ સેલ દ્વારા સેન્ટ્રલ ટીડીઓ વિભાગમાં ફાઇલ રજૂ કરવામાં આવી છે .
આગામી ટૂંક દિવસોમાં ટેક્નિકલ સ્કૂટિની કરાવીને મનપા કમિશનર સમક્ષ ફાઇલ રજૂ કરવામાં આવી શકે છે . રાજ્ય સરકાર દ્વારા ટોલ બિલ્ડિંગની વ્યાખ્યામાં રજૂ થનાર વિકાસ પરવાનગીની ફાઇલો બાબતે ચિત સ્પેશિયલ ટેક્નિકલ કમિટી સમક્ષ મનપા કમિશનરની મંજૂરી બાદ પોડિયમની હાઇટ બાબતની મંજૂરીનો નિર્ણય કરવામાં આવશે .
શક્ય છે કે , પોડિયમ ઉપરાંત સંપૂર્ણ વિકાસ પરવાનગીની ફાઇલ સંયુક્ત રીતે સ્પેશિયલ ટેક્નિકલ કમિટી સમક્ષ રજૂ થઇ શકે છે . હાલ સુરત મનપામાં રાજ્ય સરકારની મંજૂરી છતાં એક પણ ખાનગી ડેવલોપર દ્વારા અત્યાર સુધી 100 મીટર ઊંચાઇની બિલ્ડિંગ માટે વિકાસ પરવાનગીની ફાઇલ રજૂ કરી નથી .
આ ઈમારત દક્ષિણ ગુજરાત રાજ્યની સૌથી ઊંચી ઈમારત હશે અને દેશની સૌથી ઊંચી ઈમારતોમાંની એક હશે. આ બિલ્ડીંગ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ પર બનાવવામાં આવશે. કુલ સાઈટ એરિયા 22,563 ચોરસ મીટર હશે. સુરત મહાનગર પાલિકાની કચેરીઓ ટાવર-એમાં રહેશે.
આ બિલ્ડિંગની ઊંચાઈ 109.15 મીટર હશે. જ્યારે ટાવર-બીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓ હશે. મ્યુનિસિપલ કચેરીઓમાં હાઈડ્રોલિક, હેડ વોટર વર્કસ, ડ્રેનેજ, બીઆરટીએસ, ટ્રાફિક સેલ, સ્લમ અપગ્રેડેશન સેલ, એફોર્ડેબલ હાઉસિંગ સેલ, સોલિડ વેસ્ટ, ગાર્ડન પ્રોજેક્ટ સેલ વગેરેનો સમાવેશ થશે.
ખટોદરા ખાતે જૂની સબ જેલની ખાલી પડેલી જગ્યામાં સુરત મહાનગરપાલિકાના નવા હેડક્વાર્ટર બિલ્ડીંગમાં વધારાનો મીટીંગ હોલ બનાવવામાં આવશે. કેન્ટીન, બેન્ક્વેટ હોલ, યોગા-ધ્યાન કેન્દ્ર, સીસીટીવી સર્વેલન્સ રૂમ, એવોર્ડ ડિસ્પ્લે ગેલેરી અને લાયબ્રેરી પણ સ્ટાફની સંખ્યા અનુસાર બનાવવામાં આવશે. કુલ રૂપિયા 898 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાની નવી કચેરી બનાવવામાં આવશે.
નવા બિલ્ડીંગના નિર્માણ બાદ મુગલસરાય સ્થિત તાજેતરના બિલ્ડીંગમાં સુમન સંચાલિત શાળાનો સ્ટાફ અને ટીચીંગ ઓફિસરનો સ્ટાફ, વિવિધ સ્થળોએ કાર્યરત આરોગ્ય વિભાગના ઘટકોનો સ્ટાફ અને આવા વિભાગો જે સીધા મુખ્ય મેનેજમેન્ટ બિલ્ડીંગ સાથે જોડાયેલ છે. આવા વિભાગો મુગલીસરા સ્થિત મુખ્ય કોર્ટમાં કાર્યરત રાખવામાં આવશે.
આ પણ વાંચો :