Surat : વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણ માટે ફક્ત શાળાઓ જ જવાબદાર, ટ્યુશન ક્લાસીસ નહીં ?

|

Dec 20, 2021 | 1:27 PM

આ તમામ વિદ્યાર્થીઓ સ્કુલની સાથે નિયમિત રીતે ટ્યુશન ક્લાસીસોમાં પણ જતા હતા. પરંતુ ટ્યુશન ક્લાસીસ ન તો બંધ કરાવાયા છે ન તો તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના તકેદારી રૂપે કોઇ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Surat : વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણ માટે ફક્ત શાળાઓ જ જવાબદાર, ટ્યુશન ક્લાસીસ નહીં ?
Tuition classes are not following corona guidelines

Follow us on

શહેરની શાળાઓમાંથી (School ) કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ મળી આવવાની વધેલી ઘટનાઓ બાદ હવે વિદ્યાર્થીઓને કઇ રીતે કોરોનાનો (Corona ) ચેપ લાગી રહ્યો છે એ બાબતનું ટ્રેસિંગ તંત્ર વાહકો કરતા શાળા સંચાલકો વધુ કરી રહ્યા છે. ઘણી બધી સ્કુલોના સંચાલકો વિદ્યાર્થીઓને સ્કુલની બહાર પણ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવા માટે, ખાસ કરીને પ્રાઇવેટ ટ્યુશન, કોચિંગ ક્લાસીસોમાં જઇ રહેલા વિદ્યાર્થીઓને ખાસ એસ.ઓ.પી.નું પાલન કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

શહેરમાં ધો. 10 અને ધો. 11-12 ના એવા વર્ગો છે કે જ્યાં સ્કુલની સરખામણીમાં અત્યંત નાના કદના એક જ વર્ગમાં આજે પણ 100 થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે. પ્રાઇવેટ કોચિંગ અને ટ્યુશન ક્લાસીસવાળા ન તો સોશ્યલ ડિસ્ટનિંગનું પાલન કરી રહ્યા કે ન તો 50 ટકા ક્ષમતા અનુસાર ક્લાસ ચલાવવાના નિયમનું પાલન કરી રહ્યા.

કોચીંગ કે ટ્યુશન ક્લાસીસમાંથી પણ વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગી શકે તેમ છે. આમ છતાં સ્કુલોમાં લગભગ દરરોજ રેન્ડમ રેપીડ ટેસ્ટ કરી રહેલી સુરત મહાનગરપાલિકા દ્વારા કોચિંગ ક્લાસીસમાં ક્યારેચ ટેસ્ટીંગ કે ચેકિંગ કરાતું નથી એ બાબત પણ વાલીઓને આશ્ચર્યમાં મૂકે છે. શહેરમાં એવા પ્રાઇવેટ ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો છે કે જે સ્કુલો કરતા પણ મોટા છે અને સ્કુલો કરતા ઓછી જગ્યામા ધમધમી રહ્યા છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

શાળાઓને તો 50 ટકા ક્ષમતા સાથે વર્ગો ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. શાળાઓમાં આ બાબતનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોચિંગ ક્લાસીસોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ કે 50 ટકા ક્ષમતાથી જ ક્લાસ ચલાવવાના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું ખુદ વાલીઓ જણાવી રહ્યા છે. આટલું જાણવા છતાં પણ વાલી તેમના બાળકોને કોચિંગ ક્લાસીસો તેમજ ટ્યુશન ક્લાસીસોમાં મોકલી રહ્યા છે.

કોરોના સંક્રમિત વિધાર્થીની સ્કૂલ બંધ થાય પણ ટ્યુશન ક્લાસ ચાલુ રહે છે
સુરતમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત હોય તેવા અંદાજે 15 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા છે. મોટાભાગના સ્કુલના વિદ્યાર્થીઓ સંક્રમિત મળ્યા છે અને તેમની સ્કુલ કે સ્કુલમાં જે વર્ગમાં અભ્યાસ કરતા હતા એ વર્ગ બંધ કરવામાં આવ્યા છે.

આ તમામ વિદ્યાર્થીઓ સ્કુલની સાથે નિયમિત રીતે ટ્યુશન ક્લાસીસોમાં પણ જતા હતા, પરંતુ ટ્યુશન ક્લાસીસ ના તો બંધ કરાવાયા છે ન તો તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના તકેદારી રૂપે કોઇ ટેસ્ટ કરવામાં આવ્યા છે. શાળા સંચાલકો તો ત્યાં સુધી કહે છે કે ટ્યુશન ક્લાસીસોના સંચાલકો સાથે પાલિકાના તંત્રવાહકો કેમ કૂણું વલણ ધરાવે છે તેની પણ તપાસ થવી જોઇએ.

 

આ પણ વાંચો : Surat: તક્ષશિલા અગ્નિકાંડમાં હાઈકોર્ટે બિલ્ડર હસમુખ વેકરિયાને આપ્યા શરતી જામીન, વાલીઓને ચુકવવું પડશે આટલું વળતર

આ પણ વાંચો : OMICRON : સુરતમાં ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો, રાજ્યમાં કુલ 11 કેસ થયા

Next Article