Surat : વરાછા વિસ્તારમાં લારી ગલ્લા વાળાઓનું કાયમી ન્યુસન્સ, બરોડા પ્રિસ્ટેજમાં ફરી વખત દબાણ દૂર કરાયા

|

Feb 05, 2022 | 4:37 PM

વરાછા વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા બરોડા પ્રિસ્ટેજ પાસે લારી-ગલ્લા અને પાથરણાવાળાઓના કાયમી ન્યૂસન્સને પગલે વાહન ચાલકોને કાયમ હાલાકીનો ભોગ બનવું પડતું હોય છે, ત્યારે આજે સવારે દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં દબાણ દૂર કરાયાં હતાં

Surat : વરાછા વિસ્તારમાં લારી ગલ્લા વાળાઓનું કાયમી ન્યુસન્સ, બરોડા પ્રિસ્ટેજમાં ફરી વખત દબાણ દૂર કરાયા
સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ

Follow us on

સુરત (Surat) શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા બરોડા પ્રિસ્ટેજ (Baroda Prestige) પાસે લારી – ગલ્લા અને પાથરણાવાળાઓના કાયમી ન્યૂસન્સને પગલે વાહન ચાલકોને કાયમ હાલાકીનો ભોગ બનવું પડતું હોય છે. આજે સવારે દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં લારી – ગલ્લાવાળાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો .

જોકે, સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ ૬૨ કરવાની કાર્યવાહીને પગલે મોટા ભાગના ફેરિયાઓ પોતાનો સામાન લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા .

વરાછા મેઈન રોડ ખાતે આવેલ બરોડા પ્રિસ્ટેજ અને આસપાસના વિસ્તારોમાં લારી – ગલ્લા (Lari Galla) અને પાથણાવાળાઓના કાયમી દબાણને પગલે દુકાનદારો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે . મનપાના દ્વારા પણ છાશવારે આ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે .

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો કે , બે – ચાર દિવસ બાદ આ ન્યૂસન્સ ફરી વાર યથાવત થઈ જતું હોય છે . જેને પગલે આજે વધુ એક વખત મહાનગર પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા માર્શલોની સાથે દબાણ દુર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી .

જેને પગલે મેઈન રોડ પર પાથરણા પાથરીને રસ્તો બ્લોક કરનારા ફેરિયાઓમાં પણ નાસભાગ મચી જવા પામી હતી . મોટા ભાગના લારી – ગલ્લા અને પાથરણાવાળા પોત – પોતાનો સામાન લઈને નાસી છૂટ્યા હતા .

આ પણ વાંચોઃ Surat : ભાજપમાં જોડાયેલા AAPના પક્ષપલટું કોર્પોરેટરોનું સી.આર.પાટીલના હસ્તે સ્વાગત થશે, પણ 22 નગરસેવકોમાંથી હવે કોણ જશે તેવી ચર્ચા ગરમ

આ પણ વાંચોઃ Vaghodiya: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દબંગ વાણી, હું કોઈના દબાણ તૂટવા નહીં દઉં, સ્ટેટ વાળા આવે, પોલીસ આવે કે કલેકટર આવે

Next Article