Surat : સરકારી શાળાઓમાં હવે આદર્શ પુરુષ તરીકે પાંચમો ફોટો પીએમ મોદીનો, ગાંધીજી લગભગ આઉટ મોડ પર

|

Feb 15, 2022 | 9:20 AM

શિક્ષણ સમિતિ દ્વારા તમામ શાળાઓમાં સરદાર વલ્લભભાઇ પટેલ , ડો . બાબાસાહેબ આંબેડકર , ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ભારતમાતાના ફોટા સાથે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ મૂકવાનો નિર્ણય કર્યો છે . ભારતમાતા સાથે અન્ય ત્રણ મહાનુભાવોના ફોટાઓ સમિતિની શાળાઓમાં મૂકવામાં આવ્યા જ છે હવે ચારને બદલે પાંચ ફોટાનો એક સેટ કરવામાં આવશે અને પાંચમો ફોટો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રહેશે .

Surat : સરકારી શાળાઓમાં હવે આદર્શ પુરુષ તરીકે પાંચમો ફોટો પીએમ મોદીનો, ગાંધીજી લગભગ આઉટ મોડ પર
Now the fifth photo of PM Modi as the ideal man in government schools, Gandhiji almost out(File Image )

Follow us on

સુરત(Surat )  મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મહાત્મા ગાંધીની(Mahatma Gandhi ) બાદબાકી કરીને તેમના સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi ) સહિતના પાંચ આદર્શ પુરુષોના ફોટા મુકવામાં આવતા વિવાદનો વંટોળ ઉભો થયો છે. અત્યાર સુધી શાળાઓમાં મોટા ભાગે મહાત્મા ગાંધીનો ફોટો જોવા મળતો હતો. જોકે સમિતિ દ્વારા ખરીદી કરવામાં આવેલી ફોટો ફ્રેમમાં સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ભારત માતા તેમજ પાંચમા આદર્શ પુરુષ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મુકવામાં આવશે.

શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં દરેક શાળાઓમાં બે સ્માર્ટ બોર્ડ ખરીદવાનો નિર્ણય કરવામાં આવશે . શાળાઓમાં સ્માર્ટ બોર્ડની સાથેસાથે શિક્ષણ સમિતિના તમામ સભ્યો માટે મનપાના કોર્પોરેટરોની જેમ લેપટોપ ખરીદવાનો નિર્ણય પણ કરાયો છે . તદ્ઉપરાંત , શિક્ષણ સમિતિની દરેક શાળાના ભવનોની ઓળખ છતી થઇ રહે તે માટે કોમન કલરકોડ અને શાળાની દિવાલો પ ૨ શૈક્ષણિક ભીતચિત્રો પ્રિન્ટ કરાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે .

શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વરાછા – બી ઝોનમાં ટી.પી. સ્કીમ નં . 24 ( મોટા વરાછા ઉત્રાણ ) માં એફ . પી . નં . 19 માં નવા શૈક્ષણિક સત્રથી ધો . 1 થી 5 અંગ્રેજી માધ્યમમાં શરુ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી . આ દરખાસ્ત પર ભાજપના સભ્ય સાથે વિપક્ષ સભ્યએ પણ આ વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી શકે તે માટેના પ્રયાસને આવકાર્યો હતો .

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

તદ્ઉપરાંત , સામાન્ય સભામાં શિક્ષણસમિતિના તમામ સભ્યોને બાર લાખ રૂપિયાના ખર્ચે લેપટોપ આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી તે દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી . આ પહેલાં બજેટમાં શિક્ષણ સમિતિની દરેક શાળામાં બે સ્માર્ટ બોર્ડ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો , પરંતુ શાળા સ્માર્ટ બને તે પહેલાં સમિતિના સભ્યોને સ્માર્ટ બનાવવા માટે 85 હજાર રૂપિયાનું એક એવા લેપટોપ આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે .

નોંધનીય છે કે , શિક્ષણ સમિતિ દ્વારા તમામ શાળાઓમાં સરદાર વલ્લભભાઇ પટેલ , ડો . બાબાસાહેબ આંબેડકર , ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ભારતમાતાના ફોટા સાથે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ મૂકવાનો નિર્ણય કર્યો છે . ભારતમાતા સાથે અન્ય ત્રણ મહાનુભાવોના ફોટાઓ સમિતિની શાળાઓમાં મૂકવામાં આવ્યા જ છે હવે ચારને બદલે પાંચ ફોટાનો એક સેટ કરવામાં આવશે અને પાંચમો ફોટો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રહેશે .

આ પણ વાંચોઃ Rajkot: વિદ્યાર્થીઓએ પ્રેમિકાને પુષ્પ નહીં, અબોલ પશુને રોટલી આપી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી

આ પણ વાંચોઃ Valentine’s Day ની અનોખી ઉજવણી, સરકારી શાળાના 1500 બાળકોએ માતા – પિતાનું પૂજન કર્યું

 

Next Article