Surat : હવે VNSGUમાં પણ કોરોનાનો પેસારો , કુલપતિ બાદ 10 વહીવટી કર્મચારીઓ પોઝિટિવ

|

Jan 05, 2022 | 9:55 AM

સુશાસન દિવસની ઉજવણી બાદ કુલપતિ કે.એન.ચાવડાને શરદી - ખાસીની સમસ્યા જોવા મળી હતી. અને ત્યારબાદ તેમનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

Surat : હવે VNSGUમાં પણ કોરોનાનો પેસારો , કુલપતિ બાદ 10 વહીવટી કર્મચારીઓ પોઝિટિવ
Veer Narmad South Gujarat University (File Image )

Follow us on

રાજકીય મેળાવડા (political gatherings )અને આડેધડ જાહેર કાર્યક્રમોને પગલે કોરોના વાયરસે (Corona ) ફરી એક વખત વરવુ સ્વરૂપ ધારણ કર્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) કન્વેનશન હોલમાં તાજેતરમાં જ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાજરી આપ્યા બાદ કુલપતિ કોરોના વાયરસથી સંક્રમીત થયા હતા.

ત્યારબાદ યુનિવર્સિટીમાં જાણે કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ ઇન્ચાર્જ કુલસચિવ, સોશ્યિલોજી વિભાગના અધ્યાપક મધુકર ગાયકવાડ, તેમજ ફીઝીકસ ડિપાર્ટમેન્ટ અધ્યાપક વિભુતી જોષી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે .

યુનિવર્સીટીની કામગીરી હજી પણ કામગીરી યથાવત 
નિવર્સિટીના પરિસરમાં એક સાથે અનેક કર્મચારીઓને કોરોનાનું ગ્રહણ નડ્યુ હોવા છતા હાલના તબક્કે યુનિવર્સિટીના તમામ વિભાગો અને વહીવટી કામકાજ ચાલુ રાખ્યું છે. જેથી કર્મચારીઓમાં તેમજ વિદ્યાર્થીઓમાં પણ છુપો રોષ મળ્યો છે અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિપાર્ટમેન્ટ તેમજ વહીવટી કામકાજ અટકાવી દેવું જરૂરી બન્યું છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

શહેરમાં ફરી એક વખત કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ આઘાતજનક રીતે વધતુ જોવા મળી રહ્યું છે. કોરોનાનો સાથે ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો હોવા છતા આડેધડ જાહેર કાર્યક્રમને પગલે યુનિવર્સિટીનાં વહીવટી તંત્ર સંકળાયેલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

યુનિવર્સિટીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુશાસન દિવસની ઉજવણી બાદ કુલપતિ કે.એન.ચાવડાને શરદી – ખાસીની સમસ્યા જોવા મળી હતી. અને ત્યારબાદ તેમનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કુલપતિ બાદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ જયદીપ ચૌધરી , એકાઉન્ટ વિભાગના કર્મચારી પંકજ ટંડેલ સહિત યુનિવર્સિટીના વહીવટી કામગીરી સાથે સંકળાયેલા 10 જેટલા કર્મચારીઓને કોરોના નડ્યો હોય યુનિવર્સિટીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

એકેડેમીક કાઉન્સીલ અને ફાયનાન્સની બેઠક છેલ્લી ઘડીએ રદ કરવી પડી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય વહીવટી અધિકારી એવા કુલપતિ અને કુલસચીવ જ કોરોનાની અડફેટમાં ચઢ્યા હોવાથી છેલ્લી ઘડીએ એકેડમીક કાઉન્સીલ અને ફાયનાન્સની બેઠક રદ કરવાનો વારો આવ્યો છે .

કુલપતિના પત્નિ અને પુત્રીને પણ કોરોનાનું સંક્રમણ નડ્યુ
કુલપતિ કે.એન.ચાવડાને કોરોનાનું સંક્રમણ નડ્યા બાદ તેમના પત્નિ અને પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે . જયારે તેમના પુત્રનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :Surat Metro Rail: દેશમાં ચેન્નાઇ બાદ બીજું અંડરગ્રાઉન્ડ સ્પ્લિટ સ્ટેશન સુરતમાં બનશે, જાણો વિગત

આ પણ વાંચો : SURAT : ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 65 લાખની છેતરપિંડી, જાણો ઠગબજોએ કેવો પ્લાન બનાવ્યો

 

Next Article