આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સુરત રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓએ જયારે સામુહિક રાષ્ટ્રગીત ગયું ત્યારે સૌના રુવાડા ઉભા થઇ ગયા હતા. આ રાષ્ટ્રગીતનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. અને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રગીત રેકોર્ડ કરવા માટે જે વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે ત્યાં પણ મોકલવામાં આવશે.
દેશના અલગ અલગ ખૂણામાંથી વ્યક્તિગત અને સામુહિક વિડીયો વેબસાઈટ પર અપલોડ થઇ રહ્યો છે. જે રાષ્ટ્રગીત ગાવા માટેનો સૌથી મોટો ડિજિટલ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. 15 ઓગષ્ટે પહેલા ઘણા રાજ્યોમાંથી આ માટે એન્ટ્રી પણ આવી રહી છે.
સુરત રેલવે સ્ટેશન પર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા માટે મોટી સંખ્યામાં રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ, ફૂલી એકત્ર થયા હતા અને એકસાથે ભેગા થઈને રાષ્ટ્રગીત ગાયું હતું. સ્ટેશન ડિરેક્ટર દિનેશ વર્મા અને સ્ટેશન મેનેજર સી.એમ.ખટીક ના સૂચનાથી તમામ કર્મચારીઓને તેની આગોતરી જાણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બુકીંગ સુપરવાઈઝર, સ્ટેશન માસ્ટર, સફાઈ કર્મચારી, રેલવે સુરક્ષા બળ, રેલવે પોલીસ સહીત 100 કરતા વધુ કર્મચારીઓ પ્લેટફોર્મ પર એકસાથે ભેગા થયા હતા. જયારે રેલવે કર્મચારીઓએ એકસાથે રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું ત્યારે હાજર સૌ કોઈના રૂંવાડા ઉભા થઇ ગયા હતા. રાષ્ટ્રગીત શરૂ થતા તે સમયે ટ્રેન પણ ઉભી હતી તેમાં રહેલા મુસાફરો પણ ઉભા થઇ ગયા હતા. જયારે કેટલાકે આ ક્ષણને પોતાના મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ડોટ ઈન વેબસાઈટ લોન્ચ કરી છે. આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન હેઠળ એ ક્ષણને યાદ કરવાનો હેતુ છે જેનાથી ભારતની આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે અને ડિજિટલ પ્લેટફોર્મ પર એકસાથે રાષ્ટ્રગીત સાથે જોડવાનો પ્રયાસ પણ છે. આ વિડીયો રેકોર્ડિંગને લાલ કિલ્લા પર અને એરપોર્ટ પર પ્રદર્શિત કરવામાં આવશે.
આ પણ વાંચો :
Published On - 5:02 pm, Thu, 12 August 21