સુરત ઉધના રેલવે સ્ટેશન પાસે ભાણેજના લગ્ન માટે પરિવારના સભ્યો સાથે સાડીની ખરીદી કરવા આવેલા કાકા-ભત્રીજાએ ગત બુધવારે બપોરે પિતરાઈ ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસને બંને કાકા ભત્રીજાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અહીં મહત્વનું છે કે, મૃતકના કારણે પિતાએ આપઘાત કર્યો હોવાની આશંકામાં હત્યા કરી નાખી હતી. સુરતના સમાચાર અહીં વાંચો.
લોહીલુહાણ હાલતમાં પરિવારજનો ઈજા પામેલા 22 વર્ષીય અનિલ સંજય નિકમ (રહે,દક્ષેશ્વર નગર સોસા,પાંડેસરા)ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. ઉધના પોલીસે સુરેશ જગદેવ અને જય જગદેવ (રહે,ગોડાદરા)ની સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યારો સુરેશ મૃતકના પિતાનો પિતરાઈ માસીયાઈ ભાઈ છે. જ્યારે જય મૃતકનો પિતરાઈ ભાઈ છે. એક મહિના પહેલા જયના પિતાએ આપઘાત કર્યો હતો, જેમાં અનિલ નિકમને કારણે જયના પિતાએ આપઘાત કર્યાની અદાવતમાં બંનેએ હત્યા કરી હતી.
મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે, લગ્ન માટે ખરીદી કરવા પરિવારના 50થી 60 સભ્યો ઉધના સ્ટેશનની સામે સાડીની દુકાનમાં આવ્યા હતા. પરિવારજનો ખરીદી કરવા દુકાનમાં ગયા, ત્યારે અચાનક કાકા-ભત્રીજાએ અનિસ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. મૃતક અનિલના પતિા પણ ખરીદી કરવા સાથે આવ્યા હતા.
ચિરાગ પટેલ (એસીપી-સુરત પોલીસ)એ જણાવ્યું હતું કે, અગિયાર મહિના પહેલા જયેશના પિતા રાજુ ભાઈએ આત્મહત્યા કરી હતી. રાજુભાઈની પત્ની અને જયેશની માતા ત્રણેક દિવસો માટે ઘરેથી જતી રહી હતી. મહિલા તો પરત આવી ગઇ હતી, પરંતુ પત્નીના ગુમ થવાનો આઘાત જીરવી નહિ શકેલા રાજુભાઈએ આપઘાત કરી લીધો હતો. પોતાની માતા ત્રણ દિવસ ગુમ રહી તેમાં અનિલ જવાબદાર હોવાનું અને તેને કારણે જ પિતાએ અંતિમ પગલુ ભર્યાની શંકા રાખી આ ખુની ખેલ ખેલાયો હોવાની વાત સામે આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:06 pm, Fri, 21 April 23