Surat : સુરત મહાનગર પાલિકાને 5 ઈ-કારની ડિલિવરી મળી, મનપાએ કચરા માટે પણ ઈ-વ્હીલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું

|

Apr 18, 2022 | 1:05 PM

મનપા દ્વારા હાલમાં શહેરમાં 49 ઈ – બસ દોડાવવામાં આવી રહી છે . તેમજ આવનારા દિવસોમાં વધુ ઈ – બસ દોડાવાશે. મનપાના અધિકારીઓ, શાસકો માટે વપરાતા કોમન વ્હીકલ પણ ઈ – વ્હીકલમાં કન્વર્ટ કન્વર્ટ કરાશે.

Surat : સુરત મહાનગર પાલિકાને 5 ઈ-કારની ડિલિવરી મળી, મનપાએ કચરા માટે પણ ઈ-વ્હીલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું
Surat Municipal Corporation gets delivery of 5 e-cars, Municipal Corporation decides to use e-wheels for garbage too

Follow us on

રાજ્યમાં પહેલીવાર ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી અમલમાં લાવનાર સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) એ હવે ખુદ પોતાના માટે ઈ – વ્હીકલ (e-wheels) ની ખરીદી કરી છે. પર્યાવરણ (environment) જાળવણી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા દોડાવાતી બસમાં પણ હવે ઈ-બસનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મનપા દ્વારા હવે મનપાના ઉપયોગમાં આવતી કાર પણ ઈ-કાર લેવાનું શરૂ કર્યું છે. જેમાં હાલમાં પાંચ ઈ-કાર લેવામાં આવી છે જે કંપની તરફથી મનપાને આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી યોજાનારી સ્માર્ટ સિટી (Smart City) સમિટમાં પણ મનપા દ્વારા પર્યાવરણ ફ્રેન્ડલી ઈ-વહીકલનો કોન્સેપ્ટ બતાવવા માટે ઈ-બસ અને ઈ-કાર ઉપયોગમાં લેવામાં આવશે.

ડેલીગેટ્સ માટે પણ મનપા દ્વારા આ ઈ-વ્હીકલનો ઉપયોગમાં લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા હાલ 49 ઈ-બસ શરૂ કરવામાં આવી છે અને હજી વધુ 100 જેટલી ઈ-બસ શહેરમાં દોડાવવાનું આયોજન છે તેમજ શહેરીજનો વધુમાં વધુ ઈ-વ્હીકલનો ઉપયોગ કરે તે માટે પણ મનપા દ્વાર બજેટમાં ઈ-વ્હીકલને શરૂઆતન વર્ષોમાં ટેક્સ ફ્રી કરવાનું આયોજન છે તેમજ મનપા દ્વારા અન્ય વાહનો જેવા કે, કચરા માટે તેમજ કાટમાળ વગેરેમાં ઉપયોગમાં લેવાતી ગાડીઓ પણ ઈ-વ્હીકલ લેવાનું નક્કી કર્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મનપા દ્વારા આ કારની ખરીદી કર્યા બાદ તેને જ્યાં જરૂરીયાત હશે ત્યાં ઉપયોગમાં લેવામાં આવશે. મનપા દ્વારા હાલમાં શહેરમાં 49 ઈ – બસ દોડાવવામાં આવી રહી છે . તેમજ આવનારા દિવસોમાં વધુ ઈ – બસ દોડાવાશે. આ ઉપરાંત મનપા દ્વારા કાટમાળ, કચરો ઊંચકવા માટેનાં સાથે વાહનો પણ ઈલેક્ટ્રિક જ ખરીદવામાં આવશે. સાથે સાથે મનપાના અધિકારીઓ, શાસકો માટે વપરાતા કોમન વ્હીકલ પણ ઈ – વ્હીકલમાં કન્વર્ટ કન્વર્ટ કરાશે. સુરત મનપાની ઈ – વ્હીકલ પોલિસી અંતર્ગત સુરત શહેરને ભારતભરમાં પ્રથમ ઈ.વી. સ્માર્ટ સિટી બનાવવાનો લક્ષ્ય પણ સિદ્ધ કરવા મનપા દ્વારા આવનારા દિવસોમાં વધુ ને વધુ ઈ – વ્હીકલની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
નોંધનીય છે કે રાજ્યમાં પહેલી વાર ઇલેક્ટ્રિક વાહન પોલિસી લાવનાર સુરત મહાનગરપાલિકા પહેલી છે. આ પોલિસી હેઠળ ઈ વાહનો ધરાવતા વાહનચાલકોને અનેક લાભ પણ આપવામાં આવી રહ્યા છે. પોલિસી આવ્યા બાદ વાહનોની સંખ્યામાં ચાર મહિનામાં જ પાંચ ગણો જેટલો વધારો પણ થયો છે.

કોર્પોરેશ દ્વારા કચરાગાડી, તેમજ અન્ય વાહનો પણ ઇલેક્ટ્રિક બેઝ પર હોય તે રીતે ખરીદી કરવામાં આવશે. આમ, શહેરીજનોને પણ ઈ વાહનો ખરીદવા માટે પ્રોત્સાહન મળે તે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવો જે રીતે વધી રહ્યા છે તેને જોતા આવનારા દિવસોમાં શહેરના માર્ગો પર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે તે નક્કી છે.

આ પણ વાંચોઃ Surat : સ્કૂલની મોંઘી ફીથી કંટાળીને માતાએ શરૂ કર્યું હોમ સ્કુલિંગ : દીકરીને ભણાવવા માટે ઘરમાં જ બનાવી શાળા અને પુસ્તકાલય

આ પણ વાંચોઃSurat: કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે કબ્જો કરવા અને 2 કરોડની ખંડણી માંગનાર સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article