Surat : સુરત મહાનગર પાલિકાએ અલાયદું પોલીસ મથક ફાળવવા ગૃહ મંત્રાલય પાસે માંગણી કરી

|

Apr 14, 2022 | 4:38 PM

સુરત (Surat) શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં હાલમાં દબાણ ની સમસ્યા સૌથી વિકટ સમસ્યા થઈ ગઈ છે અને તેમાં પણ માથાભારે દબાણ કરનારાઓ પાલિકાની ટીમ પર હુમલો કરી રહ્યા છે. આવી જ રીતે પાલિકા ગેરકાયદે બાંધકામના ડિમોલીશન કરવા જાય છે ત્યારે પણ પાલિકાની ટીમને ઘેરીને હુમલો કરવામાં આવે છે.

Surat : સુરત મહાનગર પાલિકાએ અલાયદું પોલીસ મથક ફાળવવા ગૃહ મંત્રાલય પાસે માંગણી કરી
Surat Corporation (File Image)

Follow us on

સુરત(Surat) મહાનગર પાલિકાની દબાણ ખાતાની ટીમ રસ્તા પરના દબાણ હટાવવા કે ડિમોલિશનની(Demolition) કામગીરી માટે જાય છે ત્યારે ઘર્ષણ ઉભું થતું હોય છે. જોકે આ દરમિયાન ઘણા કેસો એવા હોય છે કે જેમાં પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની હાલત કફોડી થવા પામે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત મહાનગર પાલિકા પાસે વર્ષ 1997 પહેલા અલાયદું પોલીસ સ્ટેશન(Police Station) હતું. જેથી હવે ફરી એકવાર મનપા દ્વારા ગૃહ મંત્રાલય પાસે સુરત મહાનગર પાલિકા માટે અલાયદું પોલીસ મથક ફાળવવાની માંગ કરી પત્ર લખ્યો છે. જેમાં એસીપીથી માંડી પોલીસ કોન્સ્ટેબલ સુધીના સ્ટાફની માંગણી કરવામાં આવી છે.સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં હાલમાં દબાણ ની સમસ્યા સૌથી વિકટ સમસ્યા થઈ ગઈ છે અને તેમાં પણ માથાભારે દબાણ કરનારાઓ પાલિકાની ટીમ પર હુમલો કરી રહ્યા છે. આવી જ રીતે પાલિકા ગેરકાયદે બાંધકામના ડિમોલીશન કરવા જાય છે ત્યારે પણ પાલિકાની ટીમને ઘેરીને હુમલો કરવામાં આવે છે.

1997 પહેલા સુરત મહાનગરપાલિકા પાસે પોતાનું અલાયદું પોલીસ સ્ટેશન હતું

છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી ઘટનામાં પાલિકાના કર્મચારીઓની હાલત ઘણી જ કફોડી બની જાય છે તેવી સ્થિતિ નિવારવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહી છે.પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, 1997 પહેલા સુરત મહાનગરપાલિકા પાસે પોતાનું અલાયદું પોલીસ સ્ટેશન હતું પાલિકાના વિવિધ કામગીરીમાં આ પોલીસ સ્ટેશનના કર્મચારીઅધિકારી સીધી રીતે જોડાયેલા રહેતા હતા. આવી જ રીતે ફરીથી સુરત કોર્પોરેશનને અલાયદુ પોલીસ સ્ટેશન મળે તે માટે રાજ્યના ગૃહ મંત્રાલયનો પત્ર લખવામાં આવ્યો છે. જેમાં એક એ.સી.પી., પી.આઈ., પી.એ.આઈ. અને કોન્સ્ટબલ સહિતના સ્ટાફને ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

જો કોર્પોરેશનને અલગ પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે તો મહાનગરપાલિકા ને લાગતી ફરિયાદો આ અલાયદા પોલીસ મથકમાં કરીને ત્વરીતે તેનો નિકાલ આવી શકે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચો : અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો, માત્ર 75 દિવસમાં સાડા 3 કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણ  

આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસ હવે ભાજપનો વિકલ્પ બનવાની ક્ષમતા ખોઈ બેઠી છે તેથી AAPમાં જોડાયો છુંઃ ઇન્દ્રનીલ રાજ્યગુરુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક  

Next Article