Surat : સુરત સ્ટેશને અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો

|

Mar 28, 2022 | 9:21 AM

સુરત સ્ટેશન ઉપર પશ્ચિમ વિસ્તારમાં એકથી 14 નંબર સુધીની બારી છે . પરંતુ આમાં મુસાફરોએ 7 થી 12 નંબરની બારી ઉપરથી જ ટિકિટ ખરીદવી પડે છે . સિનિયર સિટીઝન , દિવ્યાંગ અને પ્લેટફોર્મ ટિકિટની બારીઓ હંમેશા બંધ રાખવામાં આવે છે

Surat : સુરત સ્ટેશને અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો
Ticket window (Symbolic Image )

Follow us on

સુરત રેલવે સ્ટેશન(Surat Railway Station ) ઉપર ટિકિટ બુકિંગ ઓફિસ દ્વારા સિનીયર સીટીઝન(Senior Citizen ) અને વિકલાંગો માટે અલગ વિન્ડો(Window ) ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે . ઉપરાંત, પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે પણ સામાન્ય ટિકિટ બુકિંગવાળા મુસાફરોને લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે છે . મુસાફરોની ફરિયાદ છે કે અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ હોય છે , અને પીક અવર્સ દરમિયાન પ્લેટફોર્મ ટિકિટ મેળવવી મુશ્કેલરૂપ બની રહયુ છે . કોવિડ -19 રોગચાળા પછી , પશ્ચિમ રેલ્વેએ પહેલાની જેમ મુસાફરોની સુવિધાઓ શરૂ કરવા માટે અનેક નિર્ણયો લીધા છે .

સુરત રેલ્વે સ્ટેશન ઉપર હજુ પણ વરિષ્ઠ નાગરિકો , દિવ્યાંગો અને અન્ય મુસાફરો માટે ઘણી પ્રાથમિક સુવિધાઓ જરૂરી છે , જે હજુ શરૂ થઈ નથી . હોળીના તહેવારમાં કન્ફર્મ ટિકિટથી વંચિત હજારો મુસાફરોએ સુરતથી ટિકિટ બુકિંગ ઓફિસમાંથી જનરલ ટિકિટ બુક કરીને તેમની મુસાફરી કરી હતી .

માત્ર પાંચ દિવસમાં હજારો મુસાફરોએ કરંટ ટિકિટ ખરીદી હતી , જેમાં પ્લેટફોર્મ ટિકિટ ખરીદનારા મુસાફરોની સંખ્યા 51 હજારથી વધુ હતી . દરરોજ સરેરાશ દસ હજાર મુસાફરો પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે , પરંતુ સુરત સ્ટેશને તેમના માટે કોઈ અલગ બારી નહીં હોવાના કારણે મુસાફરો પરેશાન છે . સૂત્રોએ જણાવ્યું છે કે સુરત – મુંબઈ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ , વલસાડ વડોદરા ઈન્ટરસિટી , મુંબઈ – અમદાવાદ મુંબઈ ગુજરાત એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનો એક પછી એક પસાર થાય છે . આ સમય દરમિયાન , સ્ટેશને સામાન્ય ટિકિટ ખરીદનારા મુસાફરોની સંખ્યા ઘણી વધારે છે .

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ ઉપરાંત સુરત – છાપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ , કચ્છ એક્સપ્રેસ , સૂર્યનગરી એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનો પણ ઉપડે છે . આ સમય દરમિયાન સિનીયર સીટીઝનોએ સામાન્ય ટિકિટ ખરીદવા માટે કોઈ અલગ બારી ન હોવાથી ભીડમાં લાંબી કતારોમાંથી પસાર થવું પડે છે . ઉપરાંત , પ્લેટફોર્મ ટિકિટ ખરીદનારા મુસાફરો માટે કોઇ અલગ વિન્ડો નથી . મુસાફરોએ જણાવ્યું કે અગાઉ સિનીયર સીટીઝન માટે અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે અલગ વિન્ડો હતી .

કોરોના પુરો થયા પછી પણ સિનીયર સીટીઝનોને સામાન્ય મુસાફરો સાથે ઉભા રહેવામાં તકલીફ પડે છે . પરંતુ રેલ્વે તંત્ર ઘણી ટીકીટ બારીઓ બંધ રાખે છે , તે પિક અવર દરમિયાન પણ મુસાફરો માટે ખોલવામાં આવતી નથી . અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સ્ટેશન ઉપર કોરોના મહામારી પછી , મુસાફરોની સંખ્યામાં હવે વધારો થયો છે . પરંતુ પાયાની સુવિધાઓ શરૂ નહીં થવાના કારણે રોજબરોજ સિનીયર સીટીઝન અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .

અડધી ટીકીટ બારીઓ બંધ રહે છે

કોરોના બિમારી હવે ઓછી થઇ છે . છતાં પણ સ્ટેશન ઉપર મોટાભાગની સામાન્ય ટિકિટ બુકિંગ વિન્ડો બંધ છે . સુરત સ્ટેશન ઉપર પશ્ચિમ વિસ્તારમાં એકથી 14 નંબર સુધીની બારી છે . પરંતુ આમાં મુસાફરોએ 7 થી 12 નંબરની બારી ઉપરથી જ ટિકિટ ખરીદવી પડે છે . સિનિયર સિટીઝન , દિવ્યાંગ અને પ્લેટફોર્મ ટિકિટની બારીઓ હંમેશા બંધ રાખવામાં આવે છે . બીજી બાજુ પૂર્વ તરફની ઉપલબ્ધ 4 બારીઓ છે . મેટ્રો રેલના કામને કારણે ટ્રાફિક બ્લોક થઈ ગયો છે . જેના કારણે સવાર અને રાત્રિની પાળીમાં એક જ બારી ખુલે છે . જેના કારણે મુસાફરો હેરાન પરેશાન થઇ રહયા છે.

આ પણ વાંચો :

હજીરા રોડ પર મોડી રાત્રે બે ટ્રકો વચ્ચે જબરજસ્ત ટક્કર : કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને ફાયર જવાનોએ મહામુસીબતે બહાર કાઢ્યો

Surat : મહીધરપુરા વિસ્તારમાં રિક્ષામાં પેસેંજરોને બેસાડી નજર ચૂકવી પૈસા કાઢી લેતી ગેંગ ઝડપાઇ

Next Article