Surat : અમરોલી હત્યા કેસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, SITની રચના કરી

|

Dec 25, 2022 | 6:06 PM

ત્રિપલ હત્યાના સમાચાર મળતાની સાથે જ સુરત પોલીસે CCTV કબ્જે કરી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી લીધા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક કરી SITની રચના કરી છે.

Surat : અમરોલી હત્યા કેસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, SITની રચના કરી
Surat Murder

Follow us on

સુરતના અમરોલીમાં કારીગરની છટણી અને માલિકની કરપીણ હત્યા કરી છે. જેમા બદલાની ભાવના સાથે કારખાનાના કર્મચારીઓએ માલિક સહિત ત્રણ લોકોને રહેંસી નાખતા ચકચાર મચી છે. અવારનવાર અસામાજિક તત્વોના આતંકનો ભોગ બનતા કારખાનેદારોમાં ઘટનાને લઇને રોષ છે.ત્રિપલ હત્યાના સમાચાર મળતાની સાથે જ સુરત પોલીસે CCTV કબ્જે કરી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી લીધા છે.ઘટનાની ગંભીરતાને જોતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક કરી SITની રચના કરી છે.

સુરતના અમરોલીમાં ત્રિપલ મર્ડરની ઘટના બની હતી. કારખાનાના માલિકે કોઈ કરાણસર ધમકાવતા અદાવત રાખીને આ સગીરોએ કારખાનાના માલિક અને અન્ય બે ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણેય ઇજાગ્રસ્તોના ટૂંકી સારવાર દરમિયાન મોત થયાં હતા. આ ઘટના અંગે  પોલીસ કમિશ્નરની કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક મળી. આ બેઠકમાં  ધારાસભ્યો અને સમાજના આગેવો પણ  હાજર રહેશે. સુરતના અમરોલીમાં ટ્રિપલ હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.  માલિકે નોકરીમાંથી કાઢી મૂકતા કારીગરે તેના મળતિયાઓ સાથે મળી કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી નાખી છે.

ત્રિપલ મર્ડર કેસ અંગે સુરતના ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે હત્યા કરનારા બે સગીરની અટકાયત કરી લેવામાં આવી છે. આ કારીગરો 10 દિવસ પહેલા જ કામે લાગ્યા હતા અને તેઓ રાત્રિના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી કામ કરતા હતા. માલિક કારખાને પહોંચ્યા ત્યારે કારીગર સૂતો હતો. આ અંગે ઠપકો આપતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટના બની હતી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ઘટનાની વાત કરીએ તો વેદાંત ટેકસોના માલિક કલ્પેશ ધોળકીયાએ તેમના કારીગરોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જેને લઈને છુટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. આ મારામારીમાં કલ્પેશ પર કારીગરોએ જ હુમલો કરી દીધો હતો. જેમાં કલ્પેશને બચાવવા તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ આવ્યા હતા. આ દરમિયાન તેમને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા.

આરોપીઓ કારખાના માલિક સહિત 3ની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ પરપ્રાંતિય હોવાનું અને એક આરોપી સગીર હોવાની માહિતી મળી રહી છે.

Published On - 6:01 pm, Sun, 25 December 22

Next Article