Surat : પરવત પાટીયા બીઆરટીએસ કેનાલ પાસે ત્રણ દિવસથી નહેર ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો બગાડ

|

Apr 28, 2022 | 4:55 PM

લિંબાયત ઝોન વિસ્તારમાં પરવત પાટીયા પાસે બીઆરટીએસ કેનાલ રોડ પર છેલ્લા ત્રણેક દિવસથી ખેડૂતો માટે છોડવામાં આવેલા સિંચાઈનું પાણી (Water) નહેરમાંથી ઓવરફ્લો થઈ રહ્યું છે.

Surat : પરવત પાટીયા બીઆરટીએસ કેનાલ પાસે ત્રણ દિવસથી નહેર ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો બગાડ
Surat: Millions of liters of water wasted due to canal overflow for three days

Follow us on

સુરત (Surat) શહેરમાં એક તરફ કાળઝાળ ગરમીના પ્રારંભ સાથે જ પાણીની (Water) સમસ્યા સર્જાવા પામી છે. ત્યારે વિભાગની ધરાર લાપરવાહીને પગલે બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી લાખ્ખો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. પરવત પાટીયા પાસે નહેરમાંથી (Canal) પાણી ઓવરફ્લો (Over flow) થવાને કારણે લોકોમાં પણ પાણીના આ રીતના બગાડને પગલે નહેર વિભાગની આળસ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

લિંબાયત ઝોન વિસ્તારમાં પરવત પાટીયા પાસે બીઆરટીએસ કેનાલ રોડ પર છેલ્લા ત્રણેક દિવસથી ખેડૂતો માટે છોડવામાં આવેલા સિંચાઈનું પાણી નહેરમાંથી ઓવરફ્લો થઈ રહ્યું છે. જેને પગલે આખો દિવસ રસ્તો પાણી પાણી રહેતા વાહન ચાલકો પણ સામનો કરી રહ્યા છે. ભરઉનાળે પાણીના અભાવે ખેતરોમાં ઉભો પાકી નાશ પામે તેવી શક્યતાઓ વચ્ચે આ રીતે પાણીનો બગાડ જોતાં નહેર વિભાગની લાપરવાહી ઉડીને આંખે વળગી રહી છે.

આશ્ચર્યની સાથે આઘાતની વાત એ છે કે જ્યાં આ રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે તેની સામે જ સ્થાનિક કોર્પોરેટરનું જનસંપર્ક કાર્યાલય હોવા છતાં તેઓ દ્વારા પણ આ અંગે કોઈ રજુઆત કરવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું નથી. પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, જે રીતે સતત પાણીનો વ્યય થઈ રહ્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે. ભરઉનાળામાં આ રીતે પાણીના વેડફાટ સંદર્ભે સિંચાઈ વિભાગના અધિકારીઓને રજુઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી તેઓ પણ કોઈ હકારાત્મક કામગીરી હાથ ધરવામાં આવી નથી.

આ પણ વાંચો

સિંચાઈ વિભાગ દ્વારા સ્થાનિકો પર દોષારોપણ

પરવત પાટીયા પાસે નહેરથી પાણીના ઓવરફ્લો થવાની ઘટના સંદર્ભે સિંચાઈ વિભાગ દ્વારા સમગ્ર ઘટના અંગે સ્થાનિકો અને મનપાના આરોગ્ય વિભાગને જ જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા પોતાની લાપરવાહી પર પડદો નાખવા માટે જણાવાયું હતું કે, નહેરમાં લોકો દ્વારા કચરો નાખવામાં આવતાં નહેરમાં બ્લોકેજની સમસ્યા ઉદ્ભવે છે અને આ અંગે અનેક વખત નહેરમાં સફાઈ અભિયાન હાથ ધરવા છતાં આ સમસ્યા કાયમી છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લોકો નહેરને ઉકરડો ન બનાવે તેની તકેદારી રાખવી જોઈએ.

આ પણ વાંચો :કચ્છના જખૌમાંથી ઝડપાયેલા રૂ. 280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હીથી ચાર આરોપીની ધરપકડ

આ પણ વાંચો :Surat: અમરોલી વિસ્તારમાં પિતાએ પોતાના જ દીકરાનું કારાવડાવ્યું અપહરણ, જાણો શું છે સમગ્ર મામલો

 

Next Article