સુરતના મેયર થયા ટ્રોલ : દીકરીને વિદેશ ભણવા મોકલતા વિપક્ષે કસ્યો તંજ, કહ્યું ગુજરાતનું શિક્ષણ સારું નથી લાગતું

|

Apr 26, 2022 | 12:15 PM

મેયરે (Mayor ) સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કર્યું છે. ત્યારે આ બાબતે વિપક્ષના સભ્યોએ મેયરને આડે હાથ લીધા છે. આપ અને કોંગ્રેસ એમ બે પક્ષોનું કહેવું છે કે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની વાતને તેમના જ પક્ષના મેયર હેમાલી બોઘાવાલાએ સ્વીકારી લીધી છે.

સુરતના મેયર થયા ટ્રોલ : દીકરીને વિદેશ ભણવા મોકલતા વિપક્ષે કસ્યો તંજ, કહ્યું ગુજરાતનું શિક્ષણ સારું નથી લાગતું
Surat Mayor with her daughter (File Image )

Follow us on

સુરતના મેયર (Mayor ) હેમાલી બોઘાવાલાએ તેમની દીકરીને ભણવા કેનેડા (Canada ) મોકલી છે. અને તે બાબતની સોશિયલ મીડિયા પર પોસ્ટ (Post ) પણ કરી છે. જોકે આ બાબતે તેઓ બરાબર ટ્રોલ થઇ રહ્યા છે. મેયરની આ પોસ્ટ પર કોંગ્રેસ અને AAPએ  કટાક્ષ કર્યો છે. જેમાં તેઓએ વળતી પોસ્ટ કરીને લખ્યું છે કે મેયરે શિક્ષણ મંત્રીની વાત માની એટલે દીકરીને ભણવા કેનેડા મોકલી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જેઓને ગુજરાતનું શિક્ષણ પસંદ નથી તેઓએ જ્યાં શિક્ષણ ગમે ત્યાં જવું જોઈએ.

હવે સુરતના મેયર હેમાલી બોઘાવાલાની પુત્રી અભ્યાસ માટે કેનેડા જઈ રહી છે. મેયરે સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કર્યું છે. ત્યારે આ બાબતે વિપક્ષના સભ્યોએ મેયરને આડે હાથ લીધા છે. આપ અને કોંગ્રેસ એમ બે પક્ષોનું કહેવું છે કે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની વાતને તેમના જ પક્ષના મેયર હેમાલી બોઘાવાલાએ સ્વીકારી લીધી છે. તેઓને ગુજરાતનું ભણતર ન ગમતું હોવાથી તે દીકરીને વધુ અભ્યાસ માટે કેનેડા મોકલી રહ્યા છે. તેમણે કહ્યું કે અહીં ગરીબોના બાળકો પર ગુજરાતનું શિક્ષણ લેવાનું દબાણ કરવામાં આવે છે. જયારે તેમના જ પક્ષના નેતાઓ તેમના સંતાનોને વિદેશ અભ્યાસ માટે મોકલાવી રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર મેયરે તેમની પુત્રી સાથે એરપોર્ટનો ફોટો શેર કર્યો છે. કેનેડા અભ્યાસ માટે મોકલતા તેઓએ તેમની દીકરીને અભિનંદન ના ફોટા મુખ્ય છે. જેના પર કોંગ્રેસના નેતા સુરેશ સુહાગિયાએ કહ્યું છે કે હેમાલી બોઘાવાલાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સ્વીકાર્યું છે. તેમણે સાબિત કર્યું છે કે ગુજરાતનું શિક્ષણ સારું નથી. જયારે પક્ષના અન્ય કાર્યકરો દ્વારા પણ આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. અને મેયર પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. કે તેઓ શિક્ષણમંત્રીની વાત માની ગયા છે. અને તેઓએ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર સારું નથી. દીકરીને વિદેશ અભ્યાસ માટે મોકલીને તેઓએ આ વાત સાબિત કરી છે.

આ પણ વાંચો :

Surat : લાલગેટ ખાતે કાપડના શો-રૂમમાં ભીષણ આગ લાગી, મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ

Published On - 12:09 pm, Tue, 26 April 22

Next Article