Surat: વેસૂ વિસ્તારમાં બંદૂકની અણીએ ચલાવાઈ લૂંટ, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે

|

Jul 21, 2021 | 9:50 PM

સુરત શહેરના વેસુમાં પિસ્તોલ બતાવી કારની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. હાલ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

સુરત શહેરના વેસુમાં આવેલા આગમ આર્કેડ પાસે પિસ્તોલ બ તાવી કારની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. કારમાં બેસેલા વૃદ્ધે કારમાંથી કૂદી જઈ બુમાબુમ કરી હતી. જોકે, લૂંટારુ કાર લઈને ફરાર થઈ ગયો હતો. આખી ઘટના CCTVમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે આગમ આર્કેડ પાસે પિતાને કારમાં બેસાડીને પુત્ર મેડિકલ સ્ટોર પર દવા લેવા ગયો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ પિસ્તોલ બતાવી કાર લઈને ભાગી ગયો હતો. હાલ પોલીસે આગળની કાર્યવાહિ શરુ કરી લૂંટ ચલાવનારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

આ પણ વાંચો: ISRO Recruitment 2021: ISROમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

આ પણ વાંચો: Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?

Next Video