Surat: માથાભારે દબાણકર્તાઓ વિરૂદ્ધ સ્થાનિકોમાં આક્રોશ, ચૌટા બજારમાં સ્થાનિકો દ્વારા રસ્તા વચ્ચે ગાડીઓ પાર્ક કરતાં વિવાદ

|

Mar 07, 2022 | 7:08 PM

સુરતના ચૌટા બજારમાં ખુબ જ સાંકડો રસ્તો છે અને તેમાં પણ બંને બાજુ લારીવાળા ઉભા રહી જાય છે તેથી સ્થાનિક લોકોને પોતાના ઘરેથી બહાર જવામાં કે આવવામાં ભારે મુશ્કેલી પડે છે અને વારંવાર ઘર્ષણ થાય છે.

Surat: માથાભારે દબાણકર્તાઓ વિરૂદ્ધ સ્થાનિકોમાં આક્રોશ, ચૌટા બજારમાં સ્થાનિકો દ્વારા રસ્તા વચ્ચે ગાડીઓ પાર્ક કરતાં વિવાદ
માથાભારે દબાણકર્તાઓ વિરૂદ્ધ સ્થાનિકોમાં આક્રોશ, ચૌટા બજારમાં સ્થાનિકો દ્વારા રસ્તા વચ્ચે ગાડીઓ પાર્ક કરતાં વિવાદ

Follow us on

સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) અને પોલીસ (police)  વિભાગની લાપરવાહીને કારણે ચૌટા બજારનો વિવાદ ભસ્માસુર જેવી સ્થિતિમાં પહોંચી ચુક્યો છે. માથાભારે દબાણકર્તાઓને કારણે સ્થાનિક રહેવાસીઓને છાશવારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં છેલ્લા બે – ત્રણ દિવસથી સ્થાનિકો દ્વારા ચૌટા બજારમાં રસ્તા પર જ ગાડી પાર્ક કરવામાં આવતાં આગામી દિવસોમાં આ વિસ્તારમાં દબાણકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે ધિંગાણુ ફાટી નીકળી તેવી શક્યતાઓ છે.

સુરત (Surat) શહેરના ચૌટા બજાર વિસ્તારમાં દબાણની કાયમી ફરિયાદ વચ્ચે છેલ્લા ત્રણેક દિવસથી સ્થાનિકો દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ ગાડીઓ મુકી પોતાનો વિરોધ (protest) વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પોલીસ અને મહાનગર પાલિકાને છાશવારે રજૂઆત કરવા છતાં આ વિસ્તારમાં દબાણના ન્યૂસન્સને કાયમી રૂપે દૂર કરવામાં તંત્ર હંમેશા વામણું પુરવાર થયું છે ત્યારે હવે સ્થાનિકો દ્વારા આ પ્રકારે જાહેર રસ્તા પર ગાડીઓ પાર્ક કરવામાં આવતાં નજીકના ભવિષ્યમાં અસામાજીક તત્વો એવા માથાભારે દબાણકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે લોહિયાળ ઘર્ષણની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરતના ચૌટા બજારમાં ખુબ જ સાંકડો રસ્તો છે અને તેમાં પણ બંને બાજુ લારીવાળા ઉભા રહી જાય છે તેથી સ્થાનિક લોકોને પોતાના ઘરેથી બહાર જવામાં કે આવવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ત્યાં ખરીદી કરવા માટે આવતા લોકો પણ પોતાના વાહનો પાર્ક કરી દેતાં હોય છે. જેના કારણે પણ મુશ્કેલી પડતી હોય છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિકોને લારીવાળાઓ સાથે માથાકુટ થતાં મામલો ઉગ્ર બન્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બાઈક ચાલક સાથે માથાકુટ બાદ મામલો બિચક્યો

ગત શનિવારના રોજ ચૌટા બજારમાં રહેતો એક યુવક પોતાના પુત્રને શાળાએ મુકવા માટે જઈ રહ્યો હતો. આ દરમ્યાન રસ્તાની વચ્ચોવચ્ચ ઉભેલી લારીને હટાવવા માટે બાઈક ચાલકે જણાવતાં દબાણકર્તાએ લારી હટાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. માથાભારે ઈસમે બાઈક ચાલકને જણાવ્યું હતું કે, ગાડી ચલાવતા ન ફાવે તો આ વિસ્તારમાં આવવું નહીં. આ મુદ્દે સ્થાનિકો અને દબાણકર્તાઓ વચ્ચે વિવાદ વકર્યો હતો.

આ પણ વાંચોઃ Surat: પાંડેસરાના માતા-બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ

આ પણ વાંચોઃ Surat : સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ, તપાસ થાય તે પહેલા બાળી દેવામાં આવ્યો

Next Article