કૃષિના (Farming) ક્ષેત્રમાં અવનવા ફેરફારો આવતા રહે છે અને તેમાં પણ હવે ટેકનોલોજીના (Technology) આધારે નવી પેઢી ખેતી કરી રહી છે તેના કારણે આજે ખેડૂતો પોતાના ખેતરમાં સારો પાક લઈને સારી એવી કમાણી કરતા હોય છે. આજનું યુવાધન ખેતી તરફ વળ્યું છે. સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતા એક યુવાને એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને પોતાની સાત એકર જમીનમાં આધુનિક ટેકનોલોજીથી માત્ર ત્રણ મહિનામાં મરચીના પાકમાંથી છ લાખ આવક મેળવી છે.
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ખેડૂતો માટે સરકાર દ્વારા પણ અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આ યોજનાઓના લાભથી હવે ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે. તેમાં પણ ખેતીમાં આજકાલ યુવાવર્ગ પણ સારો એવો રસ લઇ રહ્યા છે. આજે લોકો આધુનિક ખેતી તરફ વળ્યા છે .
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ માંગુકિયા કે જેઓ કામરેજના ઘલા ગામ ખાતે સાત એકરની જમીન ધરાવે છે. તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા, પરંતુ તેમને ખેતીમાં રસ હોવાથી એન્જિનિયરિંગનો અભ્યાસ અધૂરો છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું.
પ્રવિણભાઇ માંગુકિયાએ જણાવ્યું કે તેઓના પરિવારમાં ખેતીને સાથે સંકળાયેલ છે. હું જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો ત્યારે મને પણ ખેતી કરવાની ઈચ્છા થઈ. તેથી મેં એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો. ત્યારબાદ મેં ખેતરમાં અત્યારે કયો પાક લઇ શકાય તે અંગે સંશોધન કર્યું અને મેં મરચાની ખેતી કરવાનું વિચાર્યું. મરચીનું બિયારણ સુરતથી ખરીદી કરીને તેને મુંબઈ નાસિક ખાતે નર્સરીમાં રોપા ઉગાડવા માટે મોકલ્યું હતું.
થોડા જ સમયમાં રોપા તૈયાર થઈ જતા તેને કામરેજના ઘલા ગામમાં મારા ખેતરમાં રોપવાની શરૂઆત કરી. આ એક રોપા તૈયાર કરવા પાછળ મને પ્રતિ રોપા 1.20 રૂપિયાનો ખર્ચ થયો છે. રોપાને પણ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિ થી 2 ફૂટ ના અંતરે રોપ્યા હતા. તેને મટીક્રીગ પેપર પર રોપ્યા હતા. 45 દિવસ બાદ તમામ છોડ પર મચાવવાની શરૂઆત થઇ હતી અને ત્રણ મહિનામાં 23,700 કિલો મરચાંનું ઉત્પાદન થયું છે. મરચાને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પ્રતિ કિલો 10 રૂપિયા થાય છે. આમ 3 મહિના માં તેમને 6 લાખની કમાણી થઈ છે.
આ પણ વાંચો : સુરતની સિવિલ હોસ્પિટલ છે કે અકસ્માતોનું ઘર? વધુ એક વખત સ્લેબના પોપડા પડતા ફફડાટ
આ પણ વાંચો : સુરત : માનહાનિના કેસમાં કોર્ટ સમક્ષ હાજર રહ્યાં રાહુલ ગાંધી, કોર્ટમાં લખાવ્યું નિવેદન