SURAT : સુરતમાં અશાંત ધારા ભંગનો વીડિયો વાયરલ થવાના મુદ્દે ફરિયાદી અને સ્થાનિકો આરોપ પ્રતિ આરોપ લગાવી રહ્યા છે. ફરિયાદી ભાવિન શાહનું કહેવું છે કે, એપાર્ટમેન્ટના કેટલાક લોકો સાથી મળી આ ષડયંત્ર ચલાવે છે. જો કે, બીજી તરફ સ્થાનિકોનો દાવો છે કે, ભાવિન શાહ લોકોને હેરાન કરે છે અને ઘર તેઓ સ્વૈચ્છાએ વેચી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના ગોપીપુરામાં અશાંત ધારાના ભંગનો વીડિયો વાયરલ થયો હતો.આક્ષેપ લગાવામાં આવ્યો હતો કે, જૈન વસતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ મહિલાઓને આગળ કરીને મિલકત ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યું છે…વાયરલ વીડિયોમાં પણ જોઇ શકાય છે કે કેટલીક મહિલાઓ દ્વારા અજાણ્યા લોકોના ઘરના દરવાજા ખટખટાવીને મકાન વેચવાના છે કે કેમ તે અંગે પુછપરછ કરવામાં આવી રહી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં પણ સામે આવ્યું છે કે, લોકો સ્વૈચ્છાએ મકાન વેચી રહ્યા છે. હાલ આ મુદ્દે પોલીસ વધુ તપાસ કરી છે.
આ સમગ્ર મામલે જૈન યુવક દ્વારા ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પણ રજૂઆ કરી હતી.ત્યારે ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને હર્ષ સંઘવીએ વીડિયોની સત્યતા બાદ કાર્યવાહી કરવાની વાત કરી હતી.
હવે આ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. અશાંત ધારા ભંગનો આરોપ લગાવનારા ભાવિન શાહનો દાવો તેની જ સોસાયટીના સ્થાનિકોએ ફગાવ્યો છે અને તમામ લોકોએ સ્વૈચ્છાએ કોઈ પણ દબાણ વગર ફ્લેટ વેચ્યા હોવાનો દાવો કર્યો છે. સાથે જ આરોપ લગાવ્યો છે કે, ભાવિન શાહ તેમને ખોટી રીતે હેરાન કરી રહ્યો છે. સીસીટીવી અંગે પણ મહિલાએ દાવો કર્યો કે, મહિલા તો માત્ર મકાન અંગે પૂછપરછ કરવા આવી હતી. મહિલાએ કોઈ ઉદ્ધતાઈ ભર્યું વર્તન ન હતું કર્યું પરંતુ ઉલટાનું ભાવિન શાહે તેની સાથે ઉદ્ધતાઈ ભાર્યું વર્તન કર્યું હતું.
તો આ સમગ્ર મામલે સુરતના JCP પ્રવિણ મલે જણાવ્યું કે અશાંત ધારો ભંગ થયાની હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. JCP પ્રવિણ મલે કહ્યું કે આ એરિયામાં અશાંત ધારા ભંગની કે કોઈને ઘર વેચવાનું દબાણ કરવામાં આવ્યું હોય એવી કોઈ રજૂઆત પોલીસને મળી નથી.
આ પણ વાંચો : કોરોનાની દહેશત , ધોરણ 9 થી 12 ની વાર્ષિક પરીક્ષાની તારીખ પાછી ઠેલાઈ