કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ

|

Jan 07, 2022 | 3:48 PM

વિદ્યાર્થીઓ-શ્રમિકો અને જરૂરિયાતમંદો માટે લાઈફ લાઈન સમાન સુરત મહાનગર પાલિકાની બસ સેવામાં પીક અવર્સ દરમ્યાન કુલ કેપિસીટી કરતાં બે - ત્રણ ગણા મુસાફરોના દ્રશ્યો રોજીંદા જોવા મળતા હોય છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ
File image

Follow us on

અમદાવાદ (Ahmedabad) બાદ સુરત (Surat) શહેર કોરોના મહામારીના ત્રીજા તબક્કાની લહેરનું એપી સેન્ટર બનતાં સરકાર દ્વારા પણ એક પછી એક આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે અમદાવાદ ખાતે યોજાનાર પતંગોત્સવ, ફ્લાવર શો અને વાઈબ્રન્ટ સમિટ રદ કરવાના નિર્ણય બાદ હવે સુરતમાં આગામી 9મી તારીખે યોજાનાર પતંગ મહોત્સવ પણ રદ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશ-દુનિયાના અવનવા પતંગોને આકાશમાં વિહરતા જોવાના શોખીન સુરતીઓ માટે આ વર્ષે તાપી નદીના તટે 9મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ પતંગ મહોત્સવને હવે કોરોના મહામારીનું ગ્રહણ લાગી ચુક્યું છે અને કોરોનાના સતત વધતા કેસોને પગલે અંતે રાજ્ય સરકાર દ્વારા સુરત ખાતે યોજાનાર પતંગ મહોત્સવને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ મહાનગર પાલિકા દ્વારા પણ ગોપી ઉત્સવ સહિતના કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરનો આદેશ કાગળ પર 

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા શહેરમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે લેવામાં આવતાં આકરા નિર્ણયો માત્ર કાગળના વાઘ પુરવાર થઈ રહ્યા છે. હાલમાં જ કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે બીઆરટીએસ અને સિટી બસોમાં કેપિસિટી કરતાં અડધા મુસાફરોને બેસાડવાના નિર્ણય ધરાર છેદ ઉડી રહ્યો હોય તેવા આજે સવારથી ઠેર – ઠેર દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વિદ્યાર્થીઓ – શ્રમિકો અને જરૂરિયાતમંદો માટે લાઈફ લાઈન સમાન સુરત મહાનગર પાલિકાની બસ સેવામાં પીક અવર્સ દરમ્યાન કુલ કેપિસીટી કરતાં બે – ત્રણ ગણા મુસાફરોના દ્રશ્યો રોજીંદા જોવા મળતા હોય છે. આ સ્થિતિમાં કોરોનાના વધતાં કેસોને ધ્યાને રાખીને મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની દ્વારા સિટી બસો અને બીઆરટીએસમાં કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને કુલ કેપિસીટી કરતાં અડધા એટલે કે એક સીટ છોડીને એક સીટ પર મુસાફરોને બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તેમ છતાં આજે શહેરના અલગ – અલગ વિસ્તારોમાં સિટી બસ અને બીઆરટીએસમાં કેપિસીટી કરતાં પણ વધારે મુસાફરો મુસાફરી કરતાં નજરે પડ્યા હતા. આ અગાઉ પણ મનપાની તમામ કચેરીઓ સહિત સિટી બસમાં મુસાફરી કરનારાઓ માટે ફરજીયાત વેક્સિનેશનનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જે હવે ભુતકાળ સાબિત થઈ રહ્યો છે અને એક પણ બસમાં મુસાફરોના વેક્સીનેશનની પૂછપરછ સુદ્ધાં કરવામાં આવતી નથી.

આ પણ વાંચો : Surat Corona Update: કોરોનાનો મહાવિસ્ફોટ: બપોર સુધી 550થી વધુ કેસ નોંધાયા, એક મહિલાનું મોત

આ પણ વાંચો : Surat : શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન 10 લાખ ટેસ્ટિંગ કીટ ખરીદશે

Next Article