Surat : તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, મૂર્તિઓ બનાવવાના રો-મટીરિયલનો ભાવ વધ્યો

|

Aug 28, 2021 | 1:17 PM

ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશમૂર્તિ લેવા લોકોમાં ધસારો જોવા મળી રહ્યો છે. મૂર્તિ બનાવવા ઓછો સમય મળ્યો હોવાથી મૂર્તિકારો પણ ઘણા ખરા ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે.

Surat : ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશમૂર્તિ લેવા લોકોમાં ધસારો જોવા મળી રહ્યો છે. મૂર્તિ બનાવવા ઓછો સમય મળ્યો હોવાથી મૂર્તિકારો પણ ઘણા ખરા ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે. ઉપરાંત આ વર્ષે ગણેશ મૂર્તિ બનાવવા માટેનું રો- મટીરિયલ મોંઘુ થતા ભાવમાં 25 થી 30 ટકા જેટલો વધારો આવ્યો છે.

નોંધનીય છેકે તહેવાર આવે એટલે મોંઘવારીનો માર લોકોને સહન કરવો પડતો હોય છે. આવું જ કંઇક આ વખતે પણ બન્યું છે. મોંઘવારીનો વધુ એક માર ગણેશની મૂર્તિઓ પર પડી રહ્યો છે. અને, ગણેશની મૂર્તિઓ બનાવતા રો-મટીરિયલ્સના ભાવમાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત, ગણેશની મૂર્તિ બનાવવા ખુબ જ ઓછો સમય મળ્યો હોવાથી મૂર્તિકારોએ ઘણા ઓર્ડર કેન્સલ પણ કરી દીધા છે. ત્યારે ગણેશોત્સવને લઇને લોકોમાં ઉત્સાહનો માહોલ તો છે. પરંતુ, અનેક અડચણોને લઇને લોકો મુંઝવણ અનુભવી રહ્યાં છે.

નોંધનીય છેકે કોરોના મહામારીને પગલે ગત વરસે ગણેશોત્સવની ઉજવણી ફિક્કી પડી હતી. અને, આ વરસે કોરોના ગાઇડલાઇન પ્રમાણે સરકારે ગણેશોત્સવની ઉજવણીની મંજૂરી આપી છે. જેથી ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. પરંતુ, મોંઘવારીને કારણે કેટલાક લોકોમાં નારાજગી છવાઇ છે. સાથે જ આર્થિક તંગીની કારણે પણ અનેક લોકો આ ઉત્સવથી અળગા રહે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.

 

આ પણ વાંચો : GANDHINAGAR : ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં બનશે મ્યુઝીયમ, CM રૂપાણીએ કરી જાહેરાત

 

Next Video