Surat : રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલા રાઉન્ડમાં 7,013 બાળકોને ધોરણ 1માં પ્રવેશ મળ્યો

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી(DEO) દ્વારા આરટીઈ હેઠળ આવતી અરજીઓ સાથેના પુરાવા સાચા છે કે ખોટા તેની તકેદારી ખાસ રાખવામાં આવી હતી. જેથી કોઈ ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ મેળવવામાં અન્યાય ન થાય. 

Surat : રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલા રાઉન્ડમાં 7,013 બાળકોને ધોરણ 1માં પ્રવેશ મળ્યો
RTE Act Admission (File Image )
| Edited By: | Updated on: May 04, 2022 | 4:35 PM

નબળા અને વંચીત જુથના બાળકોને (Children) મફત પ્રાથમિક શિક્ષણ (Education) મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલા રાઈટ ટુ એજયુકેશન(RTE) એકટની પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડમાં સુરત શહેરમાં ફાળવવામાં આવેલા 8,737 જેટલા પ્રવેશ પૈકી 7,013 બાળકોને ધો.1માં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે 1,699 વિદ્યાર્થીઓએ હવે આગામી 5મી મે સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત હાથ ધરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં શહેરના 919 ખાનગી સ્કૂલોની ધોરણ-1ના વર્ગોથી 25 ટકા બેઠક અનુસાર 9 હજારથી વધુ બેઠકો ઉપર પ્રવેશ માટે કુલ 30,224 એપ્લિકેશન કરવામાં આવી હતી. જે પૈકી 26,094 એપ્લિકેશન મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 919 એપ્લિકેશન રિજેક્ટ અને 3,211 એપ્લિકેશન કેન્સલ કરવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી દ્વારા ઓનલાઈન સિસ્ટમ થકી પહેલા રાઉન્ડમાં સુરત શહેરમાં 8,737 બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યા છે, જે પૈકી 7,013 બાળકોને ધો.1માં પ્રવેશ મેળવી લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઈ અંતર્ગત મનપસંદ શાળામાં પ્રવેશ મેળવવા માટે ઘણા માલેતુજાર વાલીઓ ઓન પેપર ગરીબ બન્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. વાલીઓએ આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટ્સ ખોટી રીતે બનાવી ઓનલાઇન ફોર્મ ભર્યા હોવાની શાળા સંચાલકોની ફરિયાદને ડી.ઇ.ઓ દ્વારા ચકાસણી કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે.

આમ, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1માં 7,013 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા છે. બાકી રહેલા 1,699 જેટલા વિદ્યાર્થીઓએ બે દિવસમાં પ્રવેશ લેવાનો રહેશે. જો બે દિવસમાં તેઓ પ્રવેશ નહીં લે તો તેમનું એડમિશન માન્ય ગણાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક વાલીઓ તેમની આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં આવકના દાખલ સહિતના પુરાવાઓ ખોટી રીતે ઉભા કરીને ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આરટીઈ હેઠળ આવતી અરજીઓ સાથેના પુરાવા સાચા છે કે ખોટા તેની તકેદારી ખાસ રાખવામાં આવી હતી. જેથી કોઈ ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ મેળવવામાં અન્યાય ન થાય.