Surat: વ્યાજખોરીને ડામવા પોલીસ એક્શનમાં, ફરિયાદના આધારે 8 વ્યાજખોરોની કરી ધરપકડ

|

Aug 25, 2022 | 8:43 PM

Surat: અજગર ભરડો લઈ રહેલા વ્યાજખોરના દૂષણને ડામી દેવા સુરત પોલીસ એક્શનમાં આવી છે. વ્યાજખોરો પર સકંજો કસવા કમર કસી છે. જે અંતર્ગત અમરોલી વિસ્તારમાં લાયસન્સ વિના ધંધો કરનારા બે વેપારીની મની લોન્ડરિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.

Surat: વ્યાજખોરીને ડામવા પોલીસ એક્શનમાં, ફરિયાદના આધારે 8 વ્યાજખોરોની કરી ધરપકડ
વ્યાજખોરો પર સકંજો

Follow us on

સુરત (Surat) શહેર પોલીસ (City Police) દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે 7 વ્યાજખોરો પૈકી 6ની ધરપકડ કરી છે. ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાંચ (Crime Branch) દ્વારા પણ બે વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસે કુલ 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે. અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં વકરેલા વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસ આક્રમણ બની છે. અમરોલી પોલીસે ભાનુ પરમાર નામના શખ્સની ફરિયાદના આધારે સાત વ્યાજખોરોની ધરપકડ કરી છે અને કુલ 6.40 કરોડની જમીન મિલકતો અરજદારોને પરત અપાવી છે.

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતા દંપતીને બચાવાયુ

બીજી તરફ પોલીસે વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા અને સુસાઈડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કરનાર દંપતીને પણ બચાવી લીધા હતા. દંપતીએ વ્યાજખોર પાસેથી 7 લાખ રૂપિયા 17 ટકા જેવા માસિક વ્યાજે લીધા હતા. 7 લાખના 17 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરો દંપતી પાસે ઉઘરાણી કરતા હતા. વધુમાં અન્ય એક કેસમાં વ્યાજખોરોએ દંપતીને રૂપિયા 2.60 લાખ માસિક 5 ટકાના દરે રકમ આપ્યા બાદ તેના મકાનના દસ્તાવેજ પડાવી લીધા હતા. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ તેમજ અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ભાનુ પરમાર નામના વ્યક્તિની અરજી મળતા જ અમરોલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ આ બાબતે તપાસ માટે ફરિયાદીના ઘરે ગયા હતા તે સમયે ફરિયાદી ભાનુ પરમાર અને તેના પત્ની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતા હતા આ ઉપરાંત તેમને એક સુસાઈડ નોટ પણ લખી હતી. આ બાબતની જાણ થતા પોલીસ તાત્કાલિક ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેમની પૂછપરછ કરી હતી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ત્યારે જાણવા મળ્યું હતું કે ભાનુ પરમારના દીકરા અજયની તબિયત ખૂબ જ ખરાબ હોવાથી ઓપરેશન માટે બે વર્ષ પહેલા 3 લાખ રૂપિયા વ્યાજખોરો પાસેથી ઉછીના લીધા હતા. આ પૈસા પરત કરવા માટે અલગ અલગ વ્યાજખોરો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. આ રીતે તેઓ આ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઈ ગયા હતા. પોલીસની પૂછપરછમાં આ દંપતીએ જણાવ્યું હતું કે યશ ઐયર નામનો આરોપી રક્ષાબંધનના બે દિવસ પહેલા તેમના ઘરે આવ્યો હતો અને કારમાંથી તલવાર કાઢી દીકરાને મારી નાખવાની ધમકી આપી વ્યાજ પેટે 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

આ દંપતીએ યશ ઐયર પાસેથી 7 લાખ રૂપિયા, જયંતી સોલંકી પાસેથી 4 લાખ 50 હજાર રૂપિયા, શનિ બારૈયા પાસેથી 1 લાખ રૂપિયા, રાહુલ શાહ પાસેથી 6 લાખ 50 હજાર રૂપિયા મહેશ પટેલ અને જીગ્નેશ પટેલ પાસેથી 3 લાખ રૂપિયા અને સુરેશ નામના વ્યાજખોર પાસેથી 1,25 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ દંપતીએ યશ ઐયરને 19 લાખ રૂપિયા પરત કર્યા હતા. જયંતિ સોલંકીને 6 લાખ રૂપિયા પરત કર્યા હતા. શનિ બારૈયાને 19 હજાર રૂપિયા, રાહુલ શાહને 1.25 લાખ રૂપિયા, મહેશ અને જીગ્નેશને 1.50 લાખ રૂપિયા અને સુરેશ નામના વ્યાજખોરને 42 હજાર રૂપિયા પરત કર્યા હતા. પોલીસે સમગ્ર મામલે 7 વ્યાજખોરો સામે ગુનો નોંધીને યશ ઐયર, શની બારૈયા, જયંતિ સોલંકી, જીગ્નેશ પટેલ, મહેશ પટેલ અને રાહુલ શાહ સહિત 6 વ્યાજખોરોની ધરપકડ કરી છે.

પોલીસ કમિશનર અજય તોમરે વ્યાજખોરીના ચુંગાલમાં ન ફસાવા કરી અપીલ

અન્ય એક કેસમાં ફરિયાદી પરમેશ્વર પરમારે વ્યાજખોર પાસેથી માસિક 5 ટકાના વ્યાજે 2.60 લાખ રૂપિયા લીધા હતા અને તેના બદલામાં વ્યાજખોરોએ 45 લાખ રૂપિયાની કિંમતના મકાનનો દસ્તાવેજ ફરિયાદીની સહીવાળા કોરા ચેક અને અન્ય કાગળ ઉપર ફરિયાદી અને તેની માતાના અંગૂઠાના નિશાન લઈ લીધા હતા. પૈસા વ્યાજે લીધા બાદ તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વ્યાજે લીધેલી રકમ ચૂકવી નહીં, જેથી વ્યાજખોર દ્વારા પરમેશ્વર પરમાર પાસેથી 2.60 લાખ રૂપિયાની મુદ્દલ અને 7.40 લાખ રૂપિયા વ્યાજ અને પેનલ્ટીના માગ્યા હતા.

આમ કુલ ફરિયાદી પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત કોરા પરમેશ્વર પરમાર અને તેની માતાના સહી અને અંગૂઠાવાળા કોરા સ્ટેમ્પ પેપર અને ચેક ઉપર ખોટા લખાણો ઉભા કરીને પરમેશ્વરનું 45 લાખ રૂપિયાનું મકાન પચાવી લેવા બોગસ સાટા ખાતે તૈયાર કર્યો હતો. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચે હરેશ અને દિલીપ વાઘવાણી નામના વ્યાજખોરની ધરપકડ કરી છે.

Next Article