Surat: ઉન વિસ્તારમાં 8 દિવસથી પિવાના પાણીની સમસ્યા, મહિલાઓએ માટલા ફોડી નેતાઓનો વિરોધ કર્યો

Surat: હૈદરી નગરમાં છેલ્લા આઠ દિવસથી પીવાનું પાણી મળી રહ્યું નથી. પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓમાં રોષ ફાટી નીકળતા મહિલાઓ માટલા સાથે રસ્તા પર ઉતરી આવી હતી. મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટર સહિતના નેતાઓ પર રોષ ઠાલવ્યો હતો

Surat: ઉન વિસ્તારમાં 8 દિવસથી પિવાના પાણીની સમસ્યા, મહિલાઓએ માટલા ફોડી નેતાઓનો વિરોધ કર્યો
હૈદરી નગરની મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો
| Edited By: | Updated on: Jun 07, 2023 | 7:08 PM

સુરત ના ઉન વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ઉનના હૈદરી નગરમાં છેલ્લા આઠેક દિવસથી પાણીની પરેશાની સર્જાઈ છે. વિસ્તારના લોકોએ પિવાના પાણી આમતેમ ભટકવુ પડી રહ્યુ છે. જેને લઈ સ્થાનિકો રોષે ભરાયા છે. બુધવારે વિસ્તારની મહિલાઓએ રોષ દર્શાવીને રજૂઆત કરી હતી. સ્થાનિક નેતાઓ સામે મહિલાઓ આક્રોશ ઠાલવ્યો હતો અને પાણીની સમસ્યા દૂર કરવા માટે જણાવ્યુ હતુ. વિસ્તારની મહિલાઓએ નેતાઓ સામે પાણીને લઈ હોબાળો મચાવી દીધો હતો.

ભર ઉનાળામાં સુરતના ઉન વિસ્તારમાં આવેલી હૈદરી નગરમાં છેલ્લા આઠ દિવસથી પીવાનું પાણી મળી રહ્યું નથી. પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓમાં રોષ ફાટી નીકળતા આજે મહિલાઓ માટલા સાથે રસ્તા પર ઉતરી આવી હતી. આ સાથે જ મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટર સહિતના નેતાઓ પર રોષ ઠાલવ્યો હતો અને માટલા ફોડી વિરોધ કર્યો હતો. રસ્તાઓ પર માટલા ફોડીને મહિલાઓએ પાણીની સમસ્યાને લઈ રોષ ઠાલવ્યો હતો.

બાળકોને પણ પૂરું પાણી આપી શકાતું નથી

હૈદરી નગરમાં રહેતા આઇશાબેને જણાવ્યું હતું કે, 8 દિવસથી પાણી નથી આવી રહ્યું. ખૂબ જ તકલીફ થઈ રહી છે. નજીકમાં પણ પાણી ભરવા જઈએ તો કોઈ પાણી પણ ભરવા દેતું નેથી. ઉનાળાના સમયમાં પાણી ન આવે તો કેવી હાલત થાય તે તો અમને જ ખબર છે. બાળકોને પણ પૂરું પાણી આપી શકાતું નથી.

કોર્પોરેટર સહિતના કોઈ નેતાઓ અમારી તકલીફમાં મદદે આવી રહ્યા નથી

વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે નેતાઓ મત મેળવવા માટે વિસ્તારમાં આવતા હોય છે. રીક્ષા અને ગાડીઓ લઈને આવી મત આપવા જવા માટે લઈ જતા હોય છે. પરંતુ અત્યારે કોર્પોરેટર સહિતના કોઈ નેતાઓ અમારી તકલીફમાં મદદે આવી રહ્યા નથી. અત્યારે અમારે જરૂર છે તો કોઈ અહી આવી રહ્યું નથી. આમ વિસ્તારની મહિલાઓએ પાણીની વિના ટળવળવાને લઈ આક્રોશ ઠાલવ્યો હતો અને વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરીને પાણી નિયમીત કરવા માટે થઈને રજૂઆત કરી હતી.

 

આ પણ વાંચોઃ એક ગુજરાતીનુ અભિયાન! ભારતના અતિ સુંદર ટાપુને world-class પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યા છે, Maldives ને ભૂલાવી દેશે

 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:04 pm, Wed, 7 June 23