દરેક વ્યક્તિને અલગ શોખ હોય છે અને તેમાં પણ જ્યારે વાત આવે પોતાના મનપસંદ નંબર અથવા લકી નંબરની ત્યારે સુરતીઓ પાછી પાની કરતા નથી. સુરતમાં ઘણા એવા લોકો છે કે જેઓને અલગ અલગ હાઈફાઈ કારનો શોખ છે અને આવા જ હાઈ-ફાઈ કા૨ના શોખીનો પોતાના મનપસંદ નંબર પણ લેતા હોય છે. સુરતના એક કાર માલિકે 50 લાખની બીએમડબલ્યુ કારના પસંદગીના 0001 નંબર માટે 9.85 લાખ રૂપિયા આરટીઓમાં ચૂકવ્યા હતા.
આરટીઓમાં વીવીઆઈપી નંબર અને પસંદગીના નંબરો માટે હરાજી થતી હોય છે. અથવા ઘણા લોકો મન પસંદ નબર મેળવવા માટે નાણાં પણ ચુકવતા હોય છે જેમાં ટેક્સ ટાઈલ અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા એક કાર માલિકે પોતાના પુત્રની જીદ પૂરી કરવા માટે પોતાના પુત્રના મન પસંદ નંબર 0001 માટે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા જયારે અન્ય એક કાર ચાલકે મનપસંદ નંબર 0009 માટે 3.50 લાખ ચૂકવ્યા હતા.
સુરત આરટીઓની કાર અને ટુ વ્હીલરની નવી સીરીઝ અને પસંદગીના નંબરની હરાજીથી 49.51 લાખકની આવક થઇ હતી. ઇન્ચાર્જ આરટીઓ અધિકારી આકાશ પટેલે કારની નવી સીરીઝ ખુલ્લી મૂકી હતી નવી સીરીઝમાં કારની પસદગીનો નબર માટે મોટી સંખ્યામાં કાર માલિકોએ ઓનલાઈન અરજી કરી હતી. પસંદગીના નંબરો લેવા માટે 530 વાહન માલિકોએ ઓનલાઈન અરજી કરી હતી. જેમાંથી 499 વાહન માલિકોએ નંબર મળ્યા હતા. જેમાં 0001 નંબર લેવા માટે બીએમડબ્લ્યુ કારના માલિકે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા આ ઉપરાંત 0007, 1111 અને 1234 માટે રૂપિયા 40-40 હજાર વાહન માલિકોએ ચૂકવ્યા હતા.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:22 am, Wed, 17 May 23