સુરત હાઈસ્પીડ બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનનનો રેલ લેવલ સ્લેબ તૈયાર થઈ ગયો છે, જ્યારે કોનકોર્સ એરિયાનું કામ પણ પ્રગતિમાં છે. સ્ટેશન આસપાસના વિસ્તારને વિકસિત કરવા અને વધુ કનેક્ટિવિટી માટે જાપાની ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ મોડલની જેમ કામ કરવામાં આવશે. આ રીતે મુસાફરોને ઓછામાં ઓછા સમયમાં સ્ટેશન પહોંચવા માટે શક્ય તે તમામ સુવિધા પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ-મુંબઈ 508 કિમી હાઈસ્પીડ બુલેટ ટ્રેનના કોરિડોરનું કામ પણ બુલેટ ટ્રેનની ઝડપે ચાલી રહ્યું છે. સુરતના આંત્રોલીમાં બનનારા સુરત હાઈસ્પીડ બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનનનો રેલ લેવલ સ્લેબ તૈયાર થઈ ગયો છે, જ્યારે કોનકોર્સ એરિયાનું કામ પણ પ્રગતિમાં છે. હવે આ સ્ટેશનના 1 કિમી વિસ્તારમાં આવનારા વિસ્તારોને સંપૂર્ણરીતે વિકસિત કરવાની યોજના છે. સાથે જ સ્ટેશન આસપાસ વાહનોની ભીડ ન વધે તે માટે પણ યોજના ઘડી કઢાઈ છે. સ્ટેશનની આસપાસ વાહનોને કારણે થનારા ટ્રાફિક જામથી મુસાફરોને મુક્તિ અપાવવા માટે કાર પાર્કિંગ, ટુ વ્હિલર પાર્કિંગ, રિક્ષા સ્ટૅન્ડ, બસ પાર્કિંગની વ્યવસ્થા જુદી જુદી હશે.
મહત્વનુ છે કે સ્ટેશનના તમામ સડક માર્ગ સાથે જોડાયેલા હશે. ઉપરાંત, બુલેટ ટ્રેન માટે બનનારા સ્ટેશનને મેટ્રો સ્ટેશન તથા બીઆરટીએસ સાથેનું જોડાણ પણ મળી જશે. આ નિર્માણ કાર્ય એરિયા-1 હેઠળ થશે. ઉપરાંત, વધુ 2 એરિયા વિકસિત કરાશે. આ રીતે આંત્રોલી સ્ટેશનનો 1 કિલોમીટરનો વિસ્તાર કવર થઈ જશે. જાપાની ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ મૉડેલની જેમ સુરતના આંત્રોલી ઉપરાંત સાબરમતી અને મહારાષ્ટ્રના વિરાર તથા થાણે સ્પીડ રેલ સ્ટેશનોને પણ વિકસાવાશે.
1 કિમી વિસ્તારમાં થનારા નિર્માણમાં આવાસ અને શહેરી મંત્રાલય, રેલ મંત્રાલય, ગુજરાત સરકાર, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અહીં થનારા નિર્માણકાર્યને ત્રણ ભાગમાં વહેંચ્યા છે.
એરિયા-1નું માળખું તૈયાર કરી દેવાયું છે જ્યારે એરિયા-2 અને 3ના કામ માટે ડિઝાઇન તૈયાર કરી દેવાઈ છે. ખૂબ ટૂંકા ગાળામાં આ સ્ટેશન તૈયાર થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અલાયદું બુલેટ ટ્રેનનું સ્ટેશન કે જેમાં કાર પાર્કિંગ, ટુ વ્હિલર પાર્કિંગ, રિક્ષા સ્ટૅન્ડ, બસ પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ હશે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:35 pm, Mon, 15 May 23