Surat : પોલીસ કર્મીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, વિના મૂલ્યે સારવાર પણ કરાશે

|

Feb 18, 2022 | 5:47 PM

સુરત શહેર પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્મીમેર અને સિવિલ હોસ્પિટલના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા તમામ 5668 અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.

Surat : પોલીસ કર્મીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, વિના મૂલ્યે સારવાર પણ કરાશે
Surat Police Health Checkup Camp

Follow us on

ગુજરાત સરકારના નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત પોલીસ(Police)  કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ(Health Checkup)  કેમ્પનું પોલીસ મુખ્ય મથક ખાતે સુરત(Surat)  શહેર પોલીસ વડા અજય કુમાર તોમરના હસ્તે શુકવારે આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં અનિયમિત જીવન શૈલી અને ખાન- પાનની ટેવો, કામના ભારણ ,કામના અનિયમિત કલાકો, તણાવયુકત વાતાવરણના લીધે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હંમેશા તણાવમાં રહેતા હોય છે. જેને લીધે ડાયાબીટીઝ, કેન્સર , હદયના રોગો, કિડનીના રોગો, કેલ્શિયમની ઉણપ, એનિમિયા જેવી બિમારીઓ પોલીસ જવાનોને થવાનું જોખમ રહે છે. પરંતુ મોટે ભાગે આવી બીમારીઓનો ભોગ બનેલા પોલીસ જવાનો તેનાથી તદ્દન અજાણ હોય છે.સામાન્ય રીતે, કોઈપણ રોગ શરૂઆતણઆ તબકકે યોગ્ય રીતે નિદાન થાય તો તેની સારવાર કરવામાં સરળતા રહે છે. પોલીસ જવાનોના સ્વાથ્થ્યની જાળવણીની સાથે વઘુ આર્થિક બોજ પણ પડતો નથી.

સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા  5668 કર્મીઓની આરોગ્ય  તપાસ થશે

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્મીમેર અને સિવિલ હોસ્પિટલના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા તમામ 5668 અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.

ત્યારબાદ બીજા તબકકામાં પોલીસ પરિવારના સભ્યોને આવરી લેવામાં આવશે. સુરત શહેર પોલીસ અને સ્મીમેર હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા અઠવાલાઈન્સ ખાતે પોલીસ મુખ્ય મથકના કોમ્યુનીટી હોલમાં તા- 18-02-2020ના રોજથી હેલ્થ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જયારે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા ન્યુ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલ કિડની બિલ્ડીંગમાં આજરોજથી પોલી જવાનોના હેલ્થ ચેકઅપની કામગીરી શરૂ કરવામાં આવી છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

વિના મુલ્યે ઓપરેશન કરાવવાની સગવડ

પોલીસ મુખ્યમથક ખાતે આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સુરત શહેરના પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે પોલીસ જવાનોને ફિઝિકલ ફિટનેસનું મહત્વ સમજાવીને નોકરીના સમયની સાથોસાથ પોતાના શરીર માટે પણ સમય ફાળવી પોતાના આરોગ્યનું જતન કરવા સુચન કર્યું હતું.આ કેમ્પમાં સીબીસી, એફબીસી, લિકવીડ પ્રોફાઈલ એસ, ક્રિએટીન અને ડોકટરની સલાહ મુજબ ઈસીજી મેમોગ્રાફી, વેગેરે મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે.તે ઉપરાંત જો, કોઈ પોલીસના જવાનો કે પરિવાજનોને હદયરોગ કે કેન્સર જેવી ગંભીર બિમારીનું નિદાન થાયતો, તેમને વિના મુલ્યે ઓપરેશન કરાવવાની સગવડ પણ ઉપલબ્ધ કરવામાં આવનાર હોવાનું શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતુ.

આ પણ વાંચો : Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો

આ પણ વાંચો : જામનગરઃ કાલાવડના ખીજડીયામાં મંડળીના મંત્રીએ 60 લાખની ઉચાપત કરી

Published On - 5:44 pm, Fri, 18 February 22

Next Article