Surat: પુણા ગામ વિસ્તારમાં દુકાનમાં ઘૂસી શટર બંધ કરીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી

સુરત શહેરના પુણાગામ શિવાજીનગરમાં આવેલી શિતલા નામની મોબાઈલની દુકાનમાંથી દેશી તમંચો બતાની મહારાષ્ટ્ર પાર્સિગની બાઈક લઈને આવેલા ત્રણ લુંટારૂઓ રોકડા રૂ, 30 હજારની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે

Surat: પુણા ગામ વિસ્તારમાં દુકાનમાં ઘૂસી શટર બંધ કરીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી
પુણા ગામ વિસ્તારમાં દુકાનમાં ઘૂસી શટર બંધ કરીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી
| Edited By: | Updated on: Feb 07, 2022 | 3:53 PM

સુરત (Surat)  શહેરમાં સતત અસામાજિક તત્વો અને માથાભારે ઈસમોનો ત્રાસ સતત વધી રહ્યો છે ત્યારે લૂંટ મારામારી લોકોને ધમકાવી ખંડણી માગવી બાબતેના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યાં શહેરના પુણા ગામ વિસ્તારમાં એક દુકાનમાં કેટલાક ઈસમો ઘૂસી જઈને બંદૂકની અણી (gunpoint) એ લૂંટ ચલાવી હતી.

સુરત શહેરના પુણાગામ શિવાજીનગરમાં આવેલી શિતલા નામની મોબાઈલની દુકાનમાંથી દેશી તમંચો બતાની મહારાષ્ટ્ર પાર્સિગની બાઈક લઈને આવેલા ત્રણ લુંટારૂઓ રોકડા રૂ, 30 હજારની લુંટ (robbery) ચલાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.

પુણાગામ વલ્લભનગરમાં રહેતા રાહુલ પુરણભાઈ બઘેલ પુણાગામ શિવાજીનગર સોસાયટીમાં શિતલા નામની મોબાઈલની દુકાન ધરાવે છે. શનિવારની રાત્રીએ રાહુલ બઘેલ તેમની દુકાને હાજર હતા તે દરમિયાન કાળા રંગની એમએચ.13.બીબી.2997 નંબરની પેશન પ્રો બાઈક ઉપર ત્રણ અજાણ્યા લુંટારૂઓ આવ્યા હતા. અને દુકાનની બહાર બાઈક પાર્ક કરી હતી અને બંધ શટર ઉંચુ કરી દુકાનમાં ઘસી આવ્યા હતા.

ત્રણ પૈકી એકના હાથમાં સ્ટીલનો પાઈપ અને બીજા બેના હાથમાં દેશી તમંચા હતા. જેથી દુકાનમાં હાજર રાહુલભાઈ તેમના મિત્ર અજય પટેલ તરફ તમંચો (gun) બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી જીતના પૈસા હો ઉતના સબ દેદો તેમ કહી કેશ કાઉન્ટરમાંથી રૂ. 30 હજારની લુંટ કરી દુકાનનું શટર ઉચું કરી બાઈક ઉપર ભાગી ગયા હતા.

આ અંગે પોલીસને જાણ થતા એસીપી બીએમ વસાવા અને પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લુંટનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે લુટારૂઓના પગેરુ શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે કે ત્રણ ઈસમો આવીને દુકાનદારને ધમકાવી બંદૂક બતાવી ને લૂંટ કરી રહ્યા છે જ્યારે દુકાનદાર ગભરાઇ ને કાઉન્ટરમાં રહેલા જેટલા પણ રૂપિયા હતા તે રૂપિયા અંદાજીત 30 હાજર રોકડ આપી દે છે અને લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઇ જાય છે પણ લૂંટ કરવા આવેલા ઇસમોને ખ્યાલ નથી કે તે લોકો ની કરતું સીસીટીવીમાં કેદ થઈ રહી છે હાલમાં તો પુના ગામ પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મિશન ઈન્દ્રધનુષ 4.0 યોજનાનો પ્રારંભ, ત્રણ તબક્કામાં બાળકો-સગર્ભા માતાઓનું રસીકરણ કરાશે

આ પણ વાંચોઃ રાજ્યમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગરીબ કલ્યાણ મેળા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી કરાવશે પ્રારંભ