Surat: કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા 150 પરિવારોને અમેરિકાના ગુજરાતી પરિવારોએ કરી 8 લાખની સહાય

|

Jun 15, 2021 | 12:10 AM

Surat: કોરોના (Corona Virus)ની બીજી લહેરમાં અનેક પરિવારો અકલ્પનીય મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે, હજારો પરિવારો નિરાધાર થયા છે. તેવામાં નિરાધાર બનેલી બહેનો અને બાળકોને ટેકા અને હૂંફની જરૂર છે. આવા પરિવારોની વ્હારે અમેરિકાના ગુજરાતી પરિવારો આવ્યા છે. આ કોરોનામાં માતા-પિતા બન્ને ગુમાવ્યા છે અને બાળકો હજી નાના છે, તેઓ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. એવામાં […]

Surat: કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા 150 પરિવારોને અમેરિકાના ગુજરાતી પરિવારોએ કરી 8 લાખની સહાય
અમેરિકાના ગુજરાતી પરિવારોએ કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની કરી મદદ

Follow us on

Surat: કોરોના (Corona Virus)ની બીજી લહેરમાં અનેક પરિવારો અકલ્પનીય મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે, હજારો પરિવારો નિરાધાર થયા છે. તેવામાં નિરાધાર બનેલી બહેનો અને બાળકોને ટેકા અને હૂંફની જરૂર છે. આવા પરિવારોની વ્હારે અમેરિકાના ગુજરાતી પરિવારો આવ્યા છે. આ કોરોનામાં માતા-પિતા બન્ને ગુમાવ્યા છે અને બાળકો હજી નાના છે, તેઓ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. એવામાં કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને અમેરિકાથી સહાય મળી છે.

 

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતે આવા 150 પરિવારને રૂપિયા 8 લાખની સહાય કરી છે. સાથે જ અતિ મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને મદદરૂપ થવા માટે પટેલ સમાજ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. અમેરિકા પટેલ સમાજના ટ્રસ્ટી પ્રવીણભાઈ પાનસુરીયાના પ્રયાસથી કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારો ખાસ કરીને બહેનો અને બાળકોને મદદરૂપ થવા માટે 11 હજાર ડોલરની સહાય કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

 

લાયન્સ ક્લબ ઓફ ટેક્સાસ અમેરિકા તરફથી 5 હજાર ડોલર, પ્રવીણભાઈ પાનસૂરિયા પરિવાર તરફથી બે હજાર ડોલર તથા પ્રવીણભાઈ ગઢિયા તરફથી બે હજાર ડોલર આમ કુલ આઠ લાખની સહાય મળી છે. લાયન્સ ક્લબ ઓફ રાંદેર અડાજણના માધ્યમથી આ સહાય લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આજે આવા દસ-દસ પરિવારોને સહાય કરવામાં આવી હતી.

 

કોરોનાની પ્રથમ વેવમાં પણ તેમના તરફથી 10 લાખની સહાય ગંગાસ્વરૂપ બહેનોને કરવામાં આવી હતી. કોરોનાના કારણે ઉભી થયેલી મુશ્કેલીમાં લોકોના આંસુ લૂછવા અમેરિકાથી લાયન્સ ક્લબ અને દાતાઓએ માનવતા દાખવી છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ઓફિસે 1 હજાર વિધવા બહેનોની મદદ માટે અરજી આવી છે. આજે યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં 150 પરિવારોને 8 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Surat: શહેરના આ મંદિરે બતાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું?

Next Article