Surat : વેસુમાં ચોથા માળે બાળકી લિફ્ટમાં ફસાતા જીવ તાળવે ચોંટયા, ફાયર કર્મીઓ અને લિફ્ટમેને બાળકીને હેમખેમ બહાર કાઢતા રાહત

|

Apr 29, 2022 | 7:37 PM

સુરત(Surat) ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલ ઓપેરા સંગીની સોલિટર આવેલું છે. આજે આ રેસિડેન્સીના ચોથા માળે એક બાળકી ફસાઈ ગઈ હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો.બીજી બાજુ ઘટના પગલે રહીશો ત્યાં દોડી આવ્યા હતા.

Surat : વેસુમાં ચોથા માળે બાળકી લિફ્ટમાં ફસાતા જીવ તાળવે ચોંટયા, ફાયર કર્મીઓ અને લિફ્ટમેને બાળકીને હેમખેમ બહાર કાઢતા રાહત
Surat Fire Brigade Rescue Girl Trapped In Lift

Follow us on

સુરતના(Surat)અડાજણ વિસ્તારમાં આવેલ ઇન્કમટેક્સ ઓફિસની(Incometax Office) લિફ્ટમાં(Lift) ગતરોજ પાંચ મહિલાઓ ફસાઈ ગઈ હોવાની ઘટના બની હતી.ત્યારે આજે ફરી આ રીતની ઘટના સામે આવી હતી. વેસુ વિસ્તારમાં આજે સવારે એક રેસીડેન્સીના ચોથા માળે નાની બાળકી લિફ્ટમા ફસાઈ જતા રહીશો ભેગા થઇ ગયા હતા તેમજ બાળકીના પરિવાજનો પણ ત્યાં દોડી આવ્યા હતા.લિફ્ટમા બાળકી ફસાઈ ગઈ હોવાથી ત્યાં હાજર તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા જયારે માતા પિતા સહીત પરિવારજનો ઘબરાઈ ગયા હતા.ઘટના અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી.જોકે ફાયર કર્મીઓ સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં સુધીમાં લિફ્ટમેન દ્વારા બાળકીને સુરક્ષિત બાહર કાઢી લેતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલ ઓપેરા સંગીની સોલિટર આવેલું છે. આજે આ રેસિડેન્સીના ચોથા માળે એક બાળકી ફસાઈ ગઈ હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો.બીજી બાજુ ઘટના પગલે રહીશો ત્યાં દોડી આવ્યા હતા.

બાળકીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા.બાળકીને લેઇને તેઓ એકદમ ઘબરાઈ ગયા હતા.ઘટના અંગે લિફ્ટમેન પણ બોલાવી લેવામાં આવ્યો હતો.જેથી તે સ્થળ ઉપર પહોંચ્યો અને બાળકીને બહાર કાઢવાની કવાયત શરૂ કરી હતી.એક બાજુ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા બીજી બાજુ ત્યાં હાજર તમામના જીવ તાળવે ચોંટયા હતા.

આ પણ વાંચો

ફાયર ઓફિસર હરીશ ગઢવીએ જણાવ્યું હતું કે તેઓ સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં સુધી લિફ્ટમેન દ્વારા બાળકીને સુરિક્ષત બહાર કાઢી લેવામાં આવી હતી.બાળકીનું નામ આદિતિ હોવાનું જાણવા મળ્યું હતું અને તેની ઉંમર 9 વર્ષની હતી. ટેક્નિકલ ખામીના લીધે બાળકી લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. લિફ્ટમેન દ્વારા લિફ્ટને રીપેરીંગ કરવામાં આવી હતી

Published On - 4:51 pm, Fri, 29 April 22

Next Article