Surat : ડાયમંડ સિટીની ચમક વધારશે ડાયમંડના ગણપતિ, ડેકોરેશનમાં હીરા જડિત ગણપતિની ભારે ડિમાન્ડ

|

Aug 25, 2022 | 11:23 AM

ડાયમંડ (Diamond )જડિત ગણપતિ દેખાવમાં ખુબ આકર્ષક લાગતા હોવાથી આવા ડેકોરેશન લોકોને ખાસ પસંદ આવે છે.

Surat : ડાયમંડ સિટીની ચમક વધારશે ડાયમંડના ગણપતિ, ડેકોરેશનમાં હીરા જડિત ગણપતિની ભારે ડિમાન્ડ
Diamond studded Ganesha (File Image )

Follow us on

ગણપતિ (Ganesh ) મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ગણેશભક્તોએ બપ્પાને આવકારવા માટે તૈયારીઓ (Preparation )પણ શરૂ કરી દીધી છે. ગણેશ પ્રતિમાઓના મૂર્તિકારો પણ હવે ગણેશજીની પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે. ત્યારે સુરતમાં હવે કદમાં નાના પણ શોળે શણગાર સજેલા ગણપતિની નાની પ્રતિમાઓની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે.

સુરત એ ડાયમંડ સિટી કહેવાય છે જેથી આ વખતે ડાયમંડના શણગાર સજેલા ગણપતિની પ્રતિમાઓ પણ ખૂબ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. નાની મંગલમૂર્તિ હોય કે વિશાળ કદની મોટી ગણપતિની પ્રતિમા આ વખતે ડાયમંડના શણગારનો ટ્રેન્ડ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ પ્રતિમા ઉપર અમેરિકન ડાયમંડ લગાવવામાં આવે છે જેથી મૂર્તિનો લુક વધુ આકર્ષક લાગે.

અમેરિકન ડાયમંડનો કરવામાં આવ્યો શણગાર

સુરતના એક ક્રિયેટર દ્વારા ગણપતિની પ્રતિમાઓ પર અમેરિકન ડાયમંડ નો શણગાર કરવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે કોરોનાના બે વર્ષ પછી આ વખતે સૌથી વધારે ક્રેઝ ગણપતિના શણગાર માટે પણ જોવા મળી રહ્યો છે.જેથી સુરતના લોકો ડાયમંડના ગણપતિ નો શણગાર વધુ પસંદ કરી રહ્યા છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મૂર્તિ પર ડેકોરેશન કરનાર પરિમલ ગજ્જરનું કહેવું છે કે ગણપતિની પ્રતિમા તૈયાર થયા બાદ તેના પર ઓર્નામેન્ટ્સ , ડેકોરેશન વગેરે કરાવવાનો ટ્રેન્ડ પાછલા વર્ષોમાં વધ્યો છે. કોરોના સમયમાં બે વર્ષ દરમ્યાન ઉત્સાહ થોડો ઠંડો રહ્યો હતો. પણ આ વર્ષે ગણેશ આયોજકો ખુબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

ત્રણ લાખ કરતા પણ વધુ અમેરિકન ડાયમંડ લગાવવામાં આવ્યા

ખાસ કરીને આ વર્ષે ગણેશ ભક્તો અમારી પાસે ડાયમંડના ડેકોરેશનની ડિમાન્ડ લઈને આવે છે. તેમની પાસે આ વર્ષે આવી ત્રણ પ્રતિમાઓના ઓર્ડર આવ્યા હતા, અને બાકીના હજી પણ ડિમાન્ડમાં છે. ડાયમંડ જડિત ગણપતિ દેખાવમાં ખુબ આકર્ષક લાગતા હોવાથી આવા ડેકોરેશન લોકોને ખાસ પસંદ આવે છે. તેઓ ઉમેરે છે કે આ વખતે તેમની પાસે જે ડાયમંડના ગણપતિનો શણગાર કરવામા આવ્યો છે, તેમાં ત્રણ લાખ કરતા વધારે અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની પાછળ બે મહિના કરતા પણ વધુનો સમય ગયો છે.

જુઓ વિડીયો :

Published On - 9:43 am, Thu, 25 August 22

Next Article