Surat : દેશના ભાજપ શાસિત મેયર સંમેલનમાં સુરતના ચાર પ્રોજેક્ટોનું થશે પ્રેઝન્ટેશન

|

Sep 13, 2022 | 9:47 AM

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ દ્વારા પોતાના શાસન દરમ્યાન થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી લઇ જવા કમર કસવામાં આવી રહી છે.

Surat : દેશના ભાજપ શાસિત મેયર સંમેલનમાં સુરતના ચાર પ્રોજેક્ટોનું થશે પ્રેઝન્ટેશન
Surat Mayor Hemali Boghawala (File Image )

Follow us on

આગામી તારીખ 20-21 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, ગિફ્ટ સીટી (Gift City ) ખાતે દેશના વિવિધ રાજ્યોની ભાજપ (BJP)  શાસિત મહાનગરપાલિકાઓના મેયરનું (Mayor )એક રાષ્ટ્રીય સ્તરના મેયર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ભાજપ દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સંમેલનમાં જોડાવવા જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય ભાજપ દ્વારા આયોજિત આ મેયર સંમેલનમાં દેશના ભાજપ શાસિત મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરો ઉપસ્થિત રહેવાના છે. 19મીએ મોડી સાંજ સુધી તમામે ફરજીયાત અમદાવાદ પહોંચવાનું રહેશે. આ પ્રકારનું આયોજન કદાચ પહેલી જ વખત ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંમેલનની પુર્ણાહુતી 21મી સપ્ટેમ્બરના રોજ થવાની છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે તેવી પણ સંભાવના છે. જોકે આ કાર્યક્રમની પણ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ ચાર પ્રોજેક્ટોનું થશે પ્રેઝન્ટેશન :

19 સપ્ટેમ્બરના રોજ તમામે રજીસ્ટ્રેશન કરાવીને સાંજ સુધી હાજરી આપવાની રહેશે. દેશના જે મુખ્ય શહેરોમાં ભાજપની સત્તા છે તે શહેરોના મુખ્ય ત્રણ ચાર પ્રોજેક્ટોનું પ્રદર્શન પણ આ મેયર સંમેલનમાં કરવામાં આવનાર છે. ત્યારે સુરત મહાનગરપાલિકા તરફથી ટર્શરી  ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઐતિહાસિક કિલ્લો, ગ્રીન એનર્જી અને અર્બન મોબિલિટી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મેયર સંમેલનમાં મુકવામાં આવશે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

મળતી માહિતી પ્રમાણે સુરત મનપાના મેયર હેમાલી બોઘાવાળાને સુરત અંગે પ્રેઝન્ટેશન વખતે 10 થી 15 મિનિટ સુધી આ સંમેલનમાં બોલવાની તક પણ મળશે. નોંધનીય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ દ્વારા પોતાના શાસન દરમ્યાન થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી લઇ જવા કમર કસવામાં આવી રહી છે. અને આ સંમેલનનું આયોજન પણ આ જ હેતુથી કરવામાં આવી રહ્યું છે.

Next Article