Surat : એગ્રીકલ્ચર લાઈનના વીજતારની ચોરીના ગુના અટકાવવા DGVCL દ્વારા ટાસ્ક ફોર્સની રચના

|

Sep 05, 2022 | 10:01 AM

વીજ તાર ચોરી અંગે પોલીસ ફરિયાદની કાર્યવાહી ઝડપી બને એ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

Surat : એગ્રીકલ્ચર લાઈનના વીજતારની ચોરીના ગુના અટકાવવા DGVCL દ્વારા ટાસ્ક ફોર્સની રચના
Formation of task force by DGVCL to prevent crime of theft of agricultural line electricity(File Image )

Follow us on

ઓલપાડ, કીમ, સેવણી, કામરેજ, કોસંબા, માંગરોળ, કઠોર તેમજ માંડવી(Mandvi ) સહિતના ગામડા ઓમાંથી મોટા પ્રમાણમાં વીજ(Electric )તાર કાપી જવા અંગેની ફરિયાદ નોંધાઈ ચુકી છે. સુરત જિલ્લા(District ) સહિત અન્ય જિલ્લાના ધરતી પુત્રો એગ્રીકલ્ચર વીજ લાઈન ના એલ્યુમિનિયમના તાર કાપીને ચોરાતા તેઓ ચિંતાગ્રસ્ત બન્યા છે. ખેડૂતો સહિત વીજતારની ચોરીની ઘટના ના કારણે વીજ કંપનીને પણ મોટું આર્થિક નુકસાન ભોગવવાનું નોબત આવી પડી છે. સાથે સાથે ગ્રાહકોને માટે પણ પાવર કટ નો સામનો કરવો પડે છે.

ખાસ કરીને એગ્રીકલ્ચર લાઈનના વીજતારની ચોરીના કારણે ખેતીવાડીની પ્રવૃત્તિઓને સૌથી વધુ અસર થવા પામી છે. વીજ તાર ચોરીની આવા પ્રકારની ગંભીર સમસ્યા ને કાબુ લાવી રોકવા માટે અને તેમજ વીજ તાર ચોરી અંગે પોલીસ મથકની ફરિયાદની કાર્યવાહી ઝડપી બને એ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.ટાસ્ક ફોર્સની રચના માં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની જે તે કચેરીના જે તે અધિક્ષક ઈજનેર,કાર્યપાલક ઈજનેર,નાયબ ઈજનેર તેમજ જુનિયર ઈજનેર નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટાસ્ક ફોર્સ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કોર્પોરેટ ઓફિસના અધિક્ષક ઈજનેર (વિજિલન્સ)ની આગેવાની હેઠળ કામગીરી ઝડપી બનાવશે તેમજ ટાસ્ક ફોર્સ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ સંલગ્ન પોલીસ ડિપાર્ટમેન્ટના ડી. વાય.એસ.પી એસ.પી સાથે સંકલન કરી વીજતાર ની જૂની ફરીયાદના પડતર કેસોની તપાસ અંગેની કામગીરી ઝડપથી કરી સ્થાનિક વીજ કચેરીના કર્મચારીઓની કરવામાં આવેલી ટીમની રચના થી એ સ્થાનિક પોલીસની ટીમને સાથે રાખી નાઈટ પેટ્રોલીંગની કામગીરી બજાવશે. જેથી વીજતાર ચોરી અંગેની માહિતી સહિત અન્ય બાબતો અંગે નું આદાન પ્રદાન એક બીજા સાથે કરી કરીને વીજતાર ચોરી પકડવાની તેમજ વીજતાર ચોરીની બનતી ઘટના અટકાવવા અંગેની માટેની કામગીરી કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ કામરેજ તાલુકાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સેવણી પેટા વિભાગની કામરેજ તાલુકાના સેવણી, દેલાડ, દેરોડ, ડુંગરા, જીયોર, કોળી ભરથાણા, ટીંબા તેમજ જોખા સહિત અન્ય ગામડાઓની એગ્રીકલ્ચરની આવેલી વીજલાઈનના થાંભલાની એલ્યુમિનિયમના રૂપિયા 6.57 લાખની કિંમતના 19,800 મીટર વીજતાર કાપીને ચોરી ગયા અંગેની ફરિયાદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સેવણી ખાતેની વીજ કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હિમાંશુ પટેલ દ્વારા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સુરત જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં થતી એલ્યુમિનિયમના વીજ તાર ની ચોરીની ઘટના નું દુષણ છેલ્લા બે ત્રણ વર્ષથી વધી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં 50 થી વધુ જગ્યાએ વીજવાયરોની ચોરી કરનાર રાજસ્થાનની કુમાવત ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. તેમની પાસેથી પોલીસે 4.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે તેમની સાથે હજી કેટલા આરોપીઓ સંકળાયેલા છે, તે બાબતની તપાસ પોલીસ કરી રહી છે.

Next Article