Surat : સુરતના પહેલા ઓડિટોરિયમ ગાંધી સ્મૃતિ ભવનનું 31 કરોડના ખર્ચે કરવામાં આવશે રીનોવેશન

|

Jan 31, 2022 | 3:18 PM

ગાંધી સ્મૃતિ ભવન સુરતનું પહેલું ઓડિટોરિયમ છે. અહીં વર્ષોથી ઘણી નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટકો ભજવવામાં આવે છે. નાટ્યપ્રેમીઓ અને કલાકારો માટે ગાંધી સ્મૃતિ ભવન ખુબ મનપસંદ માનવામાં આવે છે. સુરત શહેરની વસ્તીમાં વધારો થવાની સાથે સાથે નાટ્ય રસિકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો હતો.

Surat : સુરતના પહેલા ઓડિટોરિયમ ગાંધી સ્મૃતિ ભવનનું 31 કરોડના ખર્ચે કરવામાં આવશે રીનોવેશન
Gandhi Smriti Bhavan to be renovated at a cost of Rs 31 crore(File Image )

Follow us on

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા ગાંધી સ્મૃતિ ભવનનુ(Gandhi Smruti Bhavan ) નવ નિર્માણ કરવાનું આયોજન સુરત મહાનગરપાલિકા(SMC) દ્વારા કરવામાં આવ્યું છે. અને અંદાજે 31 કરોડના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવનનું રીનોવેશન કરવામાં આવવાનું છે. સુરતની મધ્યમાં આવેલા આ ખંડમાં બેઠકની વ્યવસ્થા પણ વધારવામાં આવનાર છે. સાથે જ અન્ય સુવિધાઓ પણ અહીં ઉભી કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાની સાથે સાથે શહેરીજનોને અન્ય સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. શહેરીજનોને મનોરંજન પૂરું પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં આનંદ પ્રમોદના સાધનો પણ વિકસાવવામાં આવ્યા છે. વર્ષો પહેલા સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા વિસ્તારમાં આવેલા ગાંધી સ્મૃતિ ભવન તૈયાર કરવામાં આવ્યું હતું.

ગાંધી સ્મૃતિ ભવન સુરતનું પહેલું ઓડિટોરિયમ છે. અહીં વર્ષોથી ઘણી નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટકો ભજવવામાં આવે છે. નાટ્યપ્રેમીઓ અને કલાકારો માટે ગાંધી સ્મૃતિ ભવન ખુબ મનપસંદ માનવામાં આવે છે. સુરત શહેરની વસ્તીમાં વધારો થવાની સાથે સાથે નાટ્ય રસિકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અને ગાંધી સ્મૃતિ ભવનની બેઠકની ક્ષમતા પણ સમયની સાથે ઓછી પડવા લાગી હતી. તેમજ સમય જતા આ ભવન પણ અત્યંત જર્જરિત થઇ ગયું હતું. જેથી ગાંધી સ્મૃતિ ભવનનું રીનોવેશન જરૂરી બની ગયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હવે તેના નવનિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.

અને હવે અંદાજે 31 કરોડના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવનનું નવીનીકરણ કરવામાં આવનાર છે. નવા ગાંધી સ્મૃતિ ભવનમાં બેઠકની વ્યવસ્થા વધારવાની સાથે ફૂડ કોર્ટની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વનોની પાર્કિંગની સમસ્યા હોય ગાંધી સ્મૃતિ ભવનને અડીને મનપા દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ગાંધી સ્મૃતિ ભવનના રિનોવેશનમાં મલ્ટીલેવલ પાર્કિંગને પણ આવરી લેવામાં આવનાર છે. સુરત મનપાના તમામ ઝોનમાં અદ્યતન કક્ષાનું ઓડિટોરિયમ પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં સંજીવકુમાર ઓડિટોરિયમ બનાવ્યા બાદ સેન્ટ્રલ ઝોન સહિતના વિસ્તારોમાં પણ સંજીવ કુમાર ઓડિટોરિયમ જેવા જ ઓડિટોરિયમ બનાવવા માંગણી ઉઠવા પામી છે.   ત્યારે હવે મનપા દ્વારા તે દિશામાં પણ કામ આગળ વધારવામાં આવનાર છે.

આ પણ વાંચો : સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરિદવાની હિલચાલને પગલે સ્થાનિકો દ્વારા વિરોધ

આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા કેસમાં સુરતમાં પણ વિરોધ, રેલી કાઢી પ્રાર્થના કરવામાં આવી, હત્યારા સામે સખત કાર્યવાહીની માગ

Next Article