દક્ષિણ ગુજરાતના ખેડૂતો કૃષિ કાયદાઓ વિરૂદ્ધના આંદોલનમાં જોડાયા, કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

|

Jun 28, 2021 | 4:06 PM

ખેડૂત સંગઠનો દ્વારા નવા કૃષિ કાયદા (Farm Laws)ઓ વિરુદ્ધ કરવામાં આવેલા વિરોધને સાત માસ પૂર્ણ થયા છે.

એક તરફ દિલ્લીની સીમાઓ પર નવા કૃષિ કાયદાઓની (Farm Laws) વિરૂદ્ધમાં આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો (Farmers) પણ આ આંદોલનમાં જોડાયા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સુરતમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું અને ચિમકી ઉચ્ચારી કે જો આ નવા કૃષિ કાયદાઓ રદ નહીં કરાય તો 2024 સુધી આંદોલન ચાલુ રાખશે.

ખેડૂત સંગઠનો દ્વારા નવા કૃષિ કાયદા (Farm Laws)ઓ વિરુદ્ધ કરવામાં આવેલા વિરોધને સાત માસ પૂર્ણ થયા છે. આ દરમ્યાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે (Narendrasinh Tomar)શનિવારે આ સંગઠનોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે સરકાર ત્રણ કાયદાની જોગવાઈઓ પર વાતચીત ફરી શરૂ કરવા તૈયાર છે. સરકાર અને ખેડૂત સંઘો વચ્ચે 11 રાઉન્ડની બેઠક સમજૂતી પર પહોંચી શકી નથી. 22 જાન્યુઆરીએ છેલ્લી બેઠક મળી હતી.

26 જાન્યુઆરીએ ખેડૂતોની હિંસક ટ્રેક્ટર રેલી બાદ કોઈ વાટાઘાટો શરૂ થઈ ન હતી. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો સંગઠનોના બેનરો લગાવીને સાત મહિનાથી દિલ્હીની સરહદ પર ધરણા કરી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે નવા કાયદાથી કૃષિ બજારમાં પાક ખરીદવાની સિસ્ટમનો અંત આવશે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કાયદાના અમલ પર સ્ટે આપ્યો છે અને સમાધાન શોધવા માટે એક સમિતિની રચના કરી છે. સમિતિએ તેનો રિપોર્ટ રજૂ કર્યો છે.

તોમરે ટ્વીટ કર્યું હતું કે, હું તમારા (મીડિયા) માધ્યમથી કહેવા માંગુ છું કે ખેડૂતોએ પોતાનું આંદોલન સમાપ્ત કરવું જોઈએ. દેશભરના ઘણા લોકો આ નવા કાયદાની તરફેણમાં છે. તેમ છતાં કેટલાક ખેડૂતોને કાયદાની જોગવાઈઓ સાથે થોડી સમસ્યા છે. ભારત સરકાર તેમની વાત સાંભળવા અને ચર્ચા કરવા તૈયાર છે.

તેમણે કહ્યું હતું કે સરકારે વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂત સંગઠનો સાથે 11 રાઉન્ડની ચર્ચા કરી હતી. સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે અને એમએસપી પર વધુ જથ્થો મેળવ્યો છે. ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ ખેડૂતોનો વિરોધ શરૂ થયો હતો.

Next Video